દહેગામમાં જાહેરમાં થૂંકતા 15 પાસેથી દંડ વસૂલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 13:40:43
  • Views : 406
  • Modified Date : 2020-03-19 13:40:43

કોરોના વાઇરસ સામે સાવચેતીના ભાગરૂપે દહેગામ નગરપાલિકા કચેરી દ્વારા જાહેરમાં થૂંકતા 15 વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા હતાં. પકડાયેલા શખ્સો સામે દંડનીય કાર્યવાહી કરીને રૂપિયા 7500 રૂપિયા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત શહેરના બજારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીને ત્યાં ચેકીંગ કરતા 520 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડવામાં આવ્યો હતો અને તેઓ પાસેથી રૂપિયા 10000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. કોરોના વાયરસ અંગે સાવચેતીના પગલાના ભાગરૂપે દહેગામ નગરપાલિકાના પ્રમુખ બિમલભાઈ અમીને સખ્ત કાર્યવાહી કરવાની તંત્રને સૂચના આપ્યાના પગલે પાલિકાના કર્મચારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી. જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટર દીપકભાઈ અમીન, દબાણ શાખાના ગોપાલભાઈ શાહ, ફિલ્ડ વર્કર દિપક પટેલ, જીગ્નેશ અમીન, રોહિત પટેલ સહિતની ટીમ દહેગામ બજારમાં ફરી વળી હતી. જાહેરમાં થૂંકનાર 15 જેટલા વ્યક્તિને ઝડપી લઇ તેઓ પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા 500નો દંડ કરી કુલ 7500 રૂપિયાનો વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બજારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ કરીને 520 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડવામાં આવ્યો હતો. વેપારીઓ પાસેથી રૂપિયા 10,000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. કોરોના વાઇરસ સામે સાવચેતીના ભાગરૂપે દહેગામ નગરપાલિકા કચેરી દ્વારા જાહેરમાં થૂંકતા 15 વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા હતાં.

Download Our B K News Today App



Related News