કલિનરી એસોસિએશન 1 હજાર પ્રોફેશનલ શેફને વાનગીઓ બનાવતાં શિખવાડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-21 16:25:53
  • Views : 353
  • Modified Date : 2020-10-21 16:25:53

‘              કોરોનાની મહામારીમાં ઘણા શેફે પોતાની જોબ ગુમાવી છે અને તેમના પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ મુસીબતના સમયમાં ગુજરાત કલિનરી એસોસિએશન આ શેફની મદદે આવ્યા હતા. કોરોનાનાં આકરા સમયમાં એસોસિએશનએ 15 શેફની હરેડા, રાજકોટ, અમાદાવદ કે અન્ય કોઈ પણ શહેરમાં જોબ અપાવી હતી. ત્યાર પછી નક્કી કરવામાં આવ્યું કે હવે શેફને પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં મદદરૂપ થશે’ આ શબ્દો છે એસોસિએશનનાં ચીફ સેક્રેટરી શેફ પ્રવીણ જ્હાના. શહેરમાં આવેલી અલોફ્ટ હોટલ ખાતે ગુજરાત ક્યુલરી એસોસિએશન દ્વારા ઈન્ટરનેશનલ શેફ ડે સેલિબ્રેટ કરાયો. જેમાં પાન ઈન્ડિયાનાં ભાગરુપે 50 શેફ એકત્ર થઈ આ દિનની ઉજવણી કરી. સેલિબ્રેશનમાં હોટેલ મેનેજમેન્ટ ઈન્સ્ટિ.ના પ્રિન્સિપાલ ડો.જેકે માંગરાજ હાજર રહ્યાં.આ એસોસિએશનમાં કુલ 1000 શેફ છે. જુનિયરથી લઈ સિનિયર શેફ છે જેમાં સોશ્યલ મિડિયાનાં માધ્યમથી તેમની રેસીપી અપલોડ કરી શકશે. આ સાથે કેટલાક શેફ બ્લોગિંગ કરે છે જે તેમનાં રિવ્યુ પણ આપી શકશે. સોશ્યલ મિડિયા પર લોકોને ક્નેક્ટ થવા તેઓ ઘરે બનાવી શકે તેવી વાનગી બનાવતા શિખવાડશે.કોરોનાને કારણે હોટલ અને ફૂડ ઈન્ડસ્ટ્રીને ખુબ મોટો ફટકો પડ્યો છે. જેને ફરી ઊભી કરવા માટે લોકો સાથે ક્નેક્ટ થઈ આગળ વધવું જરુરી છે.જેથી હવે એસોસિએશન હેલ્થ અને સેફ્ટી મેઝર્સનુ્ં ખુબ ધ્યાન રાખશે.લોકડાઉન હવે દરેક ઘરમાં શેફ થઈ ગયા છે. જેથી એસોસિએશન દ્વારા કુકરી કોમ્પિટીશન યોજાશે જેથી હોમશેફને પણ પ્લેટફોર્મ મળે અને તેઓ પણ ફૂડ ઈન્ડસ્ટ્રીને આગળ લઈ જઈ શકે

Download Our B K News Today App



Related News