13 વર્ષની સગીરા પર મહિલાની મદદથી શખ્સે દુષ્કર્મ આચર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-27 17:24:05
  • Views : 511
  • Modified Date : 2020-02-27 17:24:05

મોરબીના કંડલા બાયપાસ પાસે પરિવાર સાથે રહેતી 13 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી એક શખ્સે તેણી પર દુષ્કર્મ આચર્યું હોવાના બનાવની ફરિયાદ એ ડિવીઝન પોલીસ મથકમાં પીડિતાની માતાએ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આરોપી શાહરૂખે સોનલ નામની મહિલા અને મોમયા નામના શખ્સની મદદથી દુષ્કર્મ આચર્યું હતું. કંડલા બાયપાસ પાસે પરિવાર સાથે રહેતી 13 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી બળજબરીપૂર્વક શાહરુખ હારુનભાઈ કટીયા (રહે. રાજકોટ)એ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કામમાં મોમાયાભાઈ (રહે. વાંકાનેર) તથા સોનલ ચુડાસમાએ મદદ કરી હતી. આરોપી શાહરુખને સગીરા પર દુષ્કર્મ ગુજારવા માટે સોનલે તેના ઘેર જગ્યા કરી આપી હતી. મોરબીમાં રહેતી સોનલ તથા મોમયાભાઈ અને શાહરૂખે દુષ્કર્મના બનાવ બાદ સગીરાને, જો કોઈને આ વાત કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી ડરી ગયેલી બાળાએ કોઈને વાત કરી ન હતી. પરંતુ બે માસ પહેલા બનેલા બનાવની જાણ હાલમાં જ પીડિતાની માતાને થતા તેઓ ચોંકી ગયા હતા અને પુત્રી પાસેથી સમગ્ર હકીકત જાણી મોરબી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News