13 વર્ષમાં નોન-વેજ થાળીની સરખામણીએ વેજ થાળી વધારે સસ્તી, બંદૂકની સરખામણીએ રેસ્ટોરાંના લાઈસન્સમાં વધારે દસ્તાવેજ આપવા પડે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-22 15:10:19
  • Views : 436
  • Modified Date : 2020-02-22 15:10:19

નાણાં મંત્રી નિર્મલા સીતારણે શુક્રવારે સંસદમાં 2019-20માં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યો હતો. આ સર્વે પ્રમાણે છેલ્લા 13 વર્ષમાં જમવાની થાળી સામાન્ય માણસની સરખામણીએ વદારે અફોર્ડેબલ બની છે. આ દરમિયાન વેજ થાળી 29 ટકા અને નોનવેજ થાળી 18 ટકા વધુ મોંઘી છે. નોંધનીય છે કે, જમવાની થાળી કોઈ શ્રમિતના એક દિવસની મજૂરીના આધારે નક્કી કરવામાં આવે છે. આ સર્વેમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે, દેશમાં રેસ્ટોરાં ખોલવા માટે બંદૂકના લાઈસન્સ લેવા કરતા વધારે દસ્તાવેજ આપવા પડે છે. રેસ્ટોરાં માટે 45 જ્યારે બંદૂકનું લાઈસન્સ લેવા માટે માત્ર 19 દસ્તાવેજ જ આપવાની જરૂર રહે છે. મુખ્ય આર્થિક સર્વેક્ષણ દ્વારા તૈયાર કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 13 વર્ષોથી એક શ્રમિકની દૈનિક મજૂરી વધવાના હિસાબથી થાળીની કિંમતમાં વધારો થયો છે. આ સામાન્ય માણસનું જીવન સ્તર સારુ થયું હોવાના સંકેત છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, 2015-16 માં ખાવાની થાળીની કિંમતોમાં મોટું અંતર નોંધવામાં આવ્યું છે. 2014-15માં કૃષિ ઉત્પાદનને સારુ બનાવવા માટે કિંમતોને પારદર્શક તરીકે લાગુ કરવાથી શક્ય છે. આ વિશ્લેષણ થાળીનોમિક્સ એટલે કે ભારતમાં ખાવાની એક થાળીને અર્થશાસ્ત્ર તરીકે જોવામાં આવે છે. તેના દ્વારા તપાસવામાં આવે છે કે દેશનો સામાન્ય માણસ રોજ જમવામાં કેટલો ખર્ચ કરે છે. સર્વે દરમિયાન ભારતના દરેક હિસ્સામાં લોકોની ખાણી-પીણીની આદતો અને તેમની આવક મામલે રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, બે સમય શાકાહારી જમનાર 5 સભ્યોના પરિવારની સરેરાશ વાર્ષિક આવક રૂ. 10,887 રહી હશે, જ્યારે નોનવેજ ખાનાર દરેક પરિવારની સરેરાશ આવક રૂ. 11,787 રહી હશે. નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઈન્ડિયા (NRAI) પ્રમાણે બેંગલુરુમાં 36, દિલ્હીમાં 26 અને મુંબઈમાં 22 પ્રકારના લાઈસન્સની જરૂર હોય છે. અમુક આવી જ મુશ્કેલીઓ અન્ય વ્યવસાય શરૂ કરવામાં આવી શકે છે. ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં ભારકનું રેન્કિંગ 2014માં 143થી 2019માં ભારતનું રેન્કિંગ 63 સુધી પહોંચી ગયું છે. જોકે હજી આ મોટી ચિંતાનો વિષય છે.

Download Our B K News Today App



Related News