કાશ્મીર-CAAના લીધે ડેમોક્રેસી ઇન્ડેક્સમાં ભારત 10 સ્થાન નીચે આવ્યું, 13 વર્ષમાં સૌથી નિચલા સ્તરે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-22 18:03:33
  • Views : 496
  • Modified Date : 2020-01-22 18:03:33

ભારત ડેમોક્રેસી ઇન્ડેક્સમાં 10 પોઇન્ટ નીચે પહોંચીને 51મી પોઝિશન પર આવી ગયું છે. 2019માં ભારતનો ડેમોક્રેસી સ્કોર 6.9 રહ્યો જે 13 વર્ષમાં સૌથી નિચલા સ્તરે છે. ધ ઇકોનોમિસ્ટે મંગળવારે 165 દેશોની ડેમોક્રેસી લિસ્ટ જાહેર કરી. આ રિપોર્ટ પ્રમાણે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા તેમજ નાગરિકતા સંશોધન કાયદો લાગૂ કરવાના લીધે ભારતના ડેમોક્રેસી સ્કોરમાં પછડાટ આવી છે.5 મુદ્દાઓના આધારે ડેમોક્રેસી ઇન્ડેક્સ જાહેર કરાય છેધ ઇકોનોમિસ્ટે 2006માં ડેમોક્રેસી ઇન્ડેક્સ જાહેર કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી 13 વર્ષમાં ભારતનો આ સૌથી ઓછો ડેમોક્રેસી સ્કોર છે. 2014માં સૌથી વધારે 7.92 હતો. ડેમોક્રેસી ઇન્ડેક્સ ચૂંટણી પ્રક્રિયા અને અનેકતાની સ્થિતિ, સરકારની કાર્યપ્રણાલી, રાજકીય ભાગીદારી, રાજકીય સંસ્કૃતિ અને સામાજિક સ્વતંત્રતા જેવા 5 મુદ્દાઓના આધારે જાહેર કરવામાં આવે છે.2019નું વર્ષ ભારત માટે ઉથલ-પુથલ વાળુ રહ્યુંરિપોર્ટ પ્રમાણે આ દરેક મુદ્દાઓના આધારે જોવામાં આવે તો 2019 ભારત માટે ભારે ઉથલપુથલ વાળુ રહ્યું હતું. ભાજપ સરાકારે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી દીધો. નાગરિકતા સંશોધન કાયદો લાગૂ કર્યો. સરકારના આ ઐતિહાસિક નિર્ણયોએ રાજકીય ઘર્ષણપેદા કર્યું. CAAને સમગ્ર દેશમાં ભેદભાવ વાળા કાયદા તરીકે જોવામાં આવ્યો. આ બધાની અસર 2019માં ભારતમાં સામાજિક સ્વતંત્રતા અને તેની લોકતાંત્રિક સ્થિતિ પર પડી.

Download Our B K News Today App



Related News