શિહોરી, છાપી અને દિયોદરમાંથી જુગાર રમતા 13 શકુનિ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-27 17:10:14
  • Views : 713
  • Modified Date : 2020-07-27 17:10:14

  શિહોરી, છાપી અને દિયોદર પોલીસે શનિવારે 3 જુગારધામો પર દરોડા પાડી 13 જુગારીયાઓને રૂ.45,930 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જો કે 5 જુગારી ફરાર થઇ જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દિયોદરની ગોમીબેન ડાહ્યાભાઇ માળીના જુગારધામ પર જુગાર રમી રહેલા 4 જુગારીને રૂ.2830ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.તો જુગાર રમાડતી ગોમીબેન માળી સહીત ત્રણ ફરાર થઇ ગયા હતા.

ક્યાંથી કોણ ઝડપાયું, કોણ ફરાર

અરણીવાડાની સીમ  રમેશજી બાસ્કુજી રાઠોડ, અર્જુનસિહ ભવાનજસીહ રાઠોડ,ઉદેસિહ બળવંતસિહ રાઠોડ, હખતસિહ ઉમેદસિહ સોલંકી, શામ‌ળાજી હમીરજી સોલંકી,

ફરાર  ગજુભા રાઘજી સોલંકી, વિષ્ણુજી સ્વરૂપજી સોલંકી

દિયોદર ભાવાભાઇ ભલાભાઇ ઠાકોર,અશોકભાઇ ઇશાવરભાઇ સોલંકી,પ્રકાશભાઇ રાવતાભાઇ વાલ્મીકી, નરેશભાઇ નેમાભાઇ વાલ્મીકી

ફરાર વિષ્ણુભાઇ ડાયાભાઇ માળી, નરેશભાઇ વિરમાભાઇ વાલ્મીકી, ગોમીબેન ડાયાભાઇ મા‌ળી

છાપીના મગરવાડા ગામેથી પ્રકાશભાઇ નારાણભાઇ દેવીપુજક, અનીલભાઇ ભીખાભાઇ ચૌહાણ કૈલાશકુમાર શંકરલાલ પઢીયાર, લક્ષ્મણભાઇ હીરાભાઇ રાવળ

Download Our B K News Today App



Related News