સુરતના ગોડાદરામાં શ્રમિક પરિવારની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-28 17:09:46
  • Views : 1495
  • Modified Date : 2020-10-28 17:09:46

               ગોડાદરા સોમનાથ નગર સોસાયટીમાં આવેલા એક એમ્બ્રોઈડરીના કારખાનામાં 13 વર્ષની સગીરાને બોલાવી પ્રેમ સંબંધ બાંધી અવારનવાર શારીરિક અડપલા કરી દુષ્કર્મ ગુજારી ફરાર થયેલા આરોપી સામે લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પોલીસે પોક્સો તથા દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપીને લાજપોર જેલમાં ધકેલ્યો હતો. આ ગુનામાં આજે અંતિમ સુનાવણી પુરી થતાં કોર્ટે દુષ્કર્મના આરોપીને દોષિત ઠેરવીને 10 વર્ષની સજા અને દંડ ફટકાર્યા છે.કેસની વિગતો આપતા એપીપી કિશોર રેવલીયાએ જણાવ્યું હતું કે, મૂળ યુપીના ઈટાવા જિલ્લાનો વતની અને હાલમાં લિંબાયત સોમનાથ સોસાયટીમાં રહેતો બંટી અજબસિંગ રાજપૂત એમ્બ્રોઈડરીનું કામ કરતો હતો. આજથી બે વર્ષ પહેલા આરોપી બંટીની આ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની 13 વર્ષ અને 3 મહિનાની ઉંમરની સગીરા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંટી સગીરાને અવારનવાર ખાતામાં બોલાવતો હતો.બાદમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારતો હતો.સગીરા પર આરોપી બંટી 2014થી અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો. આ ગુનામાં પોલીસે આરોપીને પકડવા જતા તે નાસી ગયો હતો. પોલીસને સાથ સહકાર પણ આરોપીએ આપ્યો નહોતો. આ કેસની અંતિમ દલીલો પૂર થતા કોર્ટે એપીપી કિશોર રેવલીયાની દલીલોને મંજૂર રાખી આરોપી બંટી રાજપૂતને તકસીરવાર ઠેરવતો હુકમ કરીને 10 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.

Download Our B K News Today App



Related News