ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ, પાટણ જિલ્લો પ્રથમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-25 11:15:51
  • Views : 496
  • Modified Date : 2019-05-25 11:15:51

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનાં પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર થયું છે. ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. શનિવારે 25મી મેના રોજ ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામા આવ્યા. સવારે 8 વાગે બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરિણામ જાહેર કરી દેવાયા. અમદાવાદ સિવાયના તમામ જિલ્લામાં બપોરે 12થી સાંજના પાંચ દરમિયાન વિદ્યાર્થીઓની માર્કશીટ અને પ્રમાણપત્રોનું વિતરણ થશે. આ વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહમાં 5.33 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે. ગત વર્ષ કરતા 30થી 40 હજાર વિદ્યાર્થીઓ વધ્યા છે. 

Download Our B K News Today App



Related News