અમરેલી SP નિર્લિપ્ત રાયની ટીમે 12 પોલીસકર્મીને વીજચોરી કરતા ઝડપી લીધા, ક્વાર્ટર છોડવા આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-01 12:21:15
  • Views : 492
  • Modified Date : 2020-09-01 12:21:15

      અમરેલી SP નિર્લિપ્ત રાયની ટીમે પોલીસ ક્વાર્ટરમાં ચેકીંગ હાથ ધરતા પોલીસ આવાસના 12 જેટલા પોલીસકર્મી વીજચોરી કરતા ઝડપાયા હતા. ઝડપાયેલા 12 પોલીસકર્મીને ક્વાર્ટર છોડવા SP નિર્લિપ્ત રાયે આદેશ કર્યો છે. જેથી પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે.પોલીસ આવાસમાં SP નિર્લિપ્ત રાયની ટીમે ચેકીંગ કરતાં આવાસમાં રહેતા 12 પોલીસ જવાનોને વીજચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યાં છે. આ તમામ પોલીસ જવાનને પોલીસ આવાસ ખાલી કરવા નિર્લિપ્ત રાયે આદેશ કર્યો છે. પોલીસ ખાતામાં અને કાયદાના જાણકાર હોવા છતાં વીજચોરી કરવી ગુનો બને છે. જેથી તાત્કાલિક પોલીસ ક્વાર્ટર છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

Download Our B K News Today App



Related News