શહેરના છેવાડે સત્યમેવ છાવણી બંગલોઝમાં બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ, 12 લોકો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-28 13:18:27
  • Views : 479
  • Modified Date : 2020-08-28 13:18:27

       શહેરના છેવાડે આવેલા લપકામણ ગામની સીમમાં આવેલા સત્યમેવ છાવણી બંગલોઝમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 12 લોકોની બોપલ પોલીસે ધરપકડ કરી છે. પોલીસને ઘરમાંથી વિદેશી દારૂની ચાર બોટલો મળી આવી હતી. એક વ્યક્તિનો જન્મદિવસ હોવાથી ઉજવવા માટે દારૂની મહેફિલ યોજી હતી અને પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. ઝડપાયેલા તમામ આરોપીઓ ઓઢવના રહેવાસી છે. બોપલ પોલીસે મહેફિલ માણવાનો કેસ કરી વધુ તપાસ શરૂ કરી છે.બોપલ પોલીસને બાતમી મળી હતી કે લપકામણ ગામની સીમમાં આવેલા સત્યમેવ છાવણી બંગલોઝમાં કેટલાક લોકો ભેગા થયા છે અને બહાર બહુ વાહનો પડ્યા છે. કોઈનો બર્થ ડે હોવાથી ભેગા મળી દારૂની મહેફિલ માણવા આવ્યા હોવાની બાતમી જ મળતા પોલીસે બંગલામાં દરોડો પાડ્યો હતો. 12 જેટલા લોકો દારૂની મહેફિલ માણતાં મળી આવ્યા હતા. 4 વિદેશી દારૂની બોટલો અને વેફરના પડીકા પણ મળ્યા હતા. 12 મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા હતા. એક વ્યક્તિનો જન્મદિવસ હોવાને લઇ તમામ મિત્રો ભેગા મળી મહેફિલ યોજી હતી.લપકામણમાં દારૂની મહેફિલ માણતા આરોપીઓ કોણ કોણ છે તે અંગેની વધુ વિગત મેળવવા બોપલ પીઆઇ ડી.બી. મહેતાનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. જ્યારે બીજી તરફ બોપલ પોલીસ સ્ટેશનનો નંબર છેલ્લા ત્રણ દિવસથી બંધ છે.

Download Our B K News Today App



Related News