૧૧ સપ્ટેમ્બરે સ્વચ્છતા સેવા અભિયાનની શરૂઆત કરાશેનવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 12:12:33
  • Views : 453
  • Modified Date : 2019-08-26 12:12:33

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ફરી એકવાર બે મોહનનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, બે મોહન પૈકી એક ચક્રધારી શ્રીકૃષ્ણ છે જ્યારે બીજા મોહન ચરખાધારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે. મોદીએ કહ્યું હતું કે, બીજી અવધિમાં ત્રીજી વખત રેડિયો કાર્યક્રમ મારફતે વાત કરી રહ્યા છે ત્યારે ૧૧મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા જ સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવશે. સાથે સાથે મોદીએ ૨૯મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર ખેલ દિવસ પર ફિટ ઇÂન્ડયા મુવમેન્ટ લોંચ કરવાની જાહેરાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, દેશના લોકો હાલના દિવસોમાં એકબાજુ વરસાદને લઇને આનંદ મેળવી રહ્યા છે. બીજી બાજુ ઉત્સવ અને મેળા ચાલી રહ્યા છે. ભારતભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઇ ચુકી છે. હજારો વર્ષો બાદ પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે જેનાથી કલ્પના કરી શકાય છે .૨૯મી ઓગસ્ટના દિવસે દેશમાં રાષ્ટ્ર ખેલ દિન પર ફિટ ઇÂન્ડયા મુવમેન્ટ લોંચ કરાશે ઃ બે મોહનનો કરેલો ઉલ્લેખ 


Download Our B K News Today App



Related News