કાકોશી ચોકડી પાસે 11 પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ,બે ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-21 16:10:57
  • Views : 509
  • Modified Date : 2020-02-21 16:10:57

સિદ્વપુરના કાકોશી ચોકડી પરથી બુધવારે સવારે 10 ગાય અને 1 વાછરડાં ભરેલી ટ્રકને પોલીસે ઝડપી તમામ ગાયોને ગૌશાળા મોકલી ફરાર ડ્રાઈવર અને ક્લિનર સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સિદ્ધપુરના કાકોશી ચાર રસ્તા પાસે ગંગોત્રી હોટેલની બાજુમાં સવારે રાજસ્થાન પર્સિંગની એક ટ્રક આર.જે. 21. જી.એ 5500 નંબરની શંકાસ્પદ હાલતમાં ઉભેલી જણાઈ હતી ત્યારે ટ્રકમાંથી ગાયો નો રેકવાનો અવાજ તેમજ ગૌમુત્ર ટપકતું હોવાથી આજુબાજુના લોકો તેમજ રાહદારીઓને શંકા જતા સ્થાનિક લોકોએ તપાસ કરતા ટ્રકની અંદર ગાયો હોવાનું જણાઇ આવ્યું હતું. ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા સિદ્ધપુરની કામધેનુ ગૌ શાળાના સંપર્ક કરતા ગૌશાળાના સંચાલકો સ્થળે આવી ગયા હતા અને તેમના દ્વારા પોલીસને બોલવામાં આવી હતી .જયારે પોલીસ દ્વારા ટ્રકમાં તપાસ કરતા 10 ગાયો અને 1 વાછરડા મળી આવ્યા. લોકોના ટોળા એકઠા થઇ જતા ટ્રક નો ડ્રાઈવર અને ક્લીનર ફરાર થઈ ગયા હતા. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી બિનવરસી ટ્રક અને ગૌવંશને બચાવી પોલીસ મથકે લઈ જવાયો હતો. ત્યાર બાદ આ તમામ ગાયોને કામધેનુ ગૌ શાળામાં મોકલવામાં આવી હતી. આ અંગે સિદ્ધપુર કામધેનુ ગૌશાળાના સંચાલક ડી.ટી.ઝાલા સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, કોઈ પોલીસ ફરિયાદ કરી નથી અને અને તમામ ગાયો હાલમાં અમારી ગૌશાળામાં લાવેલ છે તેમજ ટ્રક પણ ગૌશાળામાં લાવેલ છે જોકે હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Download Our B K News Today App



Related News