ડીસાના ગુલબાણીનગરમાં 11 ગેરકાયદે નળ કનેકશન ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 11:37:21
  • Views : 438
  • Modified Date : 2020-07-04 11:37:21

 ડીસા પાલિકા દ્વારા  શુક્રવારે શહેરના ગુલબાણીનગરમાં 11 જેટલાં નળ કનેકશન શોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બોગસ કનેકશન ધરાવનાર પાસેથી રૂપિયા 5500 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ડીસા નગરપાલિકા દ્વારા શહેરના ગુલબાણીનગરમાં ગેરકાયદેસર નળ કનેકશન માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન 11 જેટલા બોગસ કનેકશન મળી આવ્યા હતા. આથી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર નળ કનેકશન ધરાવતા મકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ અંગે ડીસા નગરપાલિકાના મુખ્ય અધિકારી ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે, શહેરમાં ભૂતિયા નળ કનેકશન શોધવા માટે ખાસ ટીમ બનાવી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે ગુલબાણીનગરમાં ગેરકાયદેસર  11 નળ કનેકશન ધરાવતા મકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા 5500 નો દંડ વસુલ કર્યો હતો.

Download Our B K News Today App



Related News