108ના સ્ટાફે ડિલેવરી કિટ તથા સ્ટ્રેચર લઈને 1 કિલોમીટર પગપાળા જઈ સફળ પ્રસુતી કરાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-12 12:26:45
  • Views : 413
  • Modified Date : 2020-10-12 12:26:45

       વિસાવદર 108માં ફરજ પર હાજર ઈ. એમ.ટી મનિષભાઇ ડોબરીયા અને પાઇલોટ રાહુલભાઈ વાઘેલા ફટાફટ ઘટના સ્થળ પહોચ્યા હતા. પરંતુ ત્યા ગામળાના સાંકળા રસ્તામાં એમ્બ્યુંલન્સ જઈ શકે તેમ ન હોવાથી જરૂરી સામાન સાથે 108નો સ્ટાફ એક કિલોમિટર ચાલી સ્થળ પર પહોંચીને માતાની નાળ બહાર કાઢી અને બાળકના ગળામા વીટળાયેલ નાળ કાઢી માતા અને બાળકને બચ્વ્યા હતા. આ ઘટનાને પગલે ગામજનો અને ગામના સંરપચ દ્વારા 108ની ટિમની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.વિસાવદર તાલુકાની કાનાવડલા ગામમાં સંરપચના વાડીએ ખેત મજુરી કરતી મહીલાને વહેલી સવારે 3 વાગ્યા આસપાસ ડિલવરીનો દુખાવો ઉપડતા હસ્પિટલ લઈજવાની તજવીજ હાથ ધરાઈ હતી. ત્યારે હોસ્પિટલ લઈ જતી વેળાએ ખેત મજુરી કરતા રમિલાબેનને રસ્તામાં જ ડિલવરી થઈ જતા બળકના ગળામાં નાળ વિટળાયેલ ગયો હોવાથી અને માતાને નાળ બહાર આવતો ન હોવાથી 108માં જાણ કરાઈ હતી.રસ્તા પર જતી વખતે સ્થળથી 1 કિલોમીટર દુર સાકડા રસ્તામાં એમ્બ્યુંલન્સ જઇ શકે તેમ ન હોવાથી 108નો સ્ટાફ જરૂરી ઇનજેંકશન અને ડીલેવરી કીટ તથા ટ્રેચર લઈને 1 કિલોમીટર પગપાળા ચાલીને સ્થળ પરના માતા અને બેબી બંનેને સારવાર આપી વિસાવદરના સરકારી દવાખાને દાખલ કરાવ્યા હતા.

Download Our B K News Today App



Related News