શંખેશ્વર ૧૦૮ ભક્તિ વિહારના ઉપક્રમે મુનિરાજ નયનશેખર વિ.મ.સા.નો રપમાં જન્મદિવસની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 06:37:38
  • Views : 494
  • Modified Date : 2019-04-15 06:37:38

ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના ઉપક્રમે જંગમરત્ન તીર્થ પ્રેરક પ.પૂ.આ.ભ. રત્નશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિ.મ.સાના રપમાં જન્મદિવસની ભવ્યાભિભવ્ય ઉજવણી કરાઈ.   આ પ્રસંગે સવારે ૧૦ઃ૦૦ કલાકે પૂ.મૂનિ નયનશેખર વિ.મ.સા.બાલમુનિ શૌર્યશેખર વિ.મ.સા તથા સા. શિલગુણાશ્રીજી મ.સા.-સા. સિદ્ધગુણાશ્રીજી. મ.સા. સા.ઋભુપ્રક્ષાશ્રી મ.સા. આદિ ઠાણા તેમજ શંખેશ્વરમાં બિરાજમાન પૂ.સાધુ. સાધ્વીજી ભગવંતોની પાવનકારી નિશ્રામાં સામુહિક જાપ અનુષ્ઠાન યોજાયેલ. આ પ્રસંગે સંગીતની રમઝટ જીતુભાઈ નાયક, મેહુલભાઈ ઠાકુર, કુંજલભાઈ મોરખીયા, ચિરાગભાઈ ઠાકુર, શ્રી પૂજાબેન વોહરા, શ્યામલી બારોટે સંગીતમાં ગુરૂભક્તિનો માહોલ જમાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશિષભાઈ શાહે કરેલ.  મેહુલભાઈ ઠાકુરને શાસ્ત્રીય સંગીત રત્નાકરની પદવી અર્પણ કરવામાં આવેલ. આ રપમાં જન્મોત્સવ (સિલ્વર જ્યુબીલી) નિર્મિત રપ લક્કી ડ્રો, ૧ ગ્રામ ચાંદીની ગીની. તેમજ પેંડાની પ્રભાવના કરવામાં આવેલ. આ પ્રસંગે પૂ.મુનિરાજ નયનશેખર વિ.મ.સા.ને રપ કિલો ચોખાથી વધાવવામાં આવેલ. તેમજ કેસરના છાંટણા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આશાભાઈ રબારી, કૌશલ જાષી, હસમુખભાઈ ઠક્કર, શુભમ પંડિતજી, નવીનભાઈ ભોજક, માણેકભાઈ શાહ, રસિકભાઈ શાહ, નિખિલ રાવલ, કિરીટભાઈ શાહ, જયેશભાઈ શાહ, બેચરભાઈ ઠાકોર, સચીનભાઈ રાવલ, મુળજીભાઈ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે કલરવભાઈ ઝવેરીએ પૂ.નયનશેખર મ.સા.ના અલગ-અલગ મુદ્રાવાળા ફોટાની ફ્રેમ અર્પણ કરેલ સાથે મયૂર સ્ટુડીયો દ્વારા પણ ફ્રેમ અર્પણ કરવામાં આવેલ. રપમાં જન્મદિવસ નિમિત્તે  રપ ચાટ ગાયો વગેરે માટે શંખેશ્વર ગામમાં મુકવામાં ઓવેલ કચ્છ - માંડવી ગામે બહેરા - મુંગાની સ્કૂલમાં બાળકોને ભોજન કરાવવામાં આવેલ. આ પ્રસંગે મુંબઈ - અમદાવાદ  કચ્છ - બનાસકાંઠાના  ગુરૂભક્તો તેમજ શંખેશ્વર ગામનાં શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહેલ.


Download Our B K News Today App



Related News