ગુજરાતમાં સિઝનનો 107 ટકા વરસાદ, 93 ડેમ 100 ટકા ભરાયા, સરદાર સરોવરમાં 74.05% જળસંગ્રહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-27 13:04:51
  • Views : 404
  • Modified Date : 2020-08-27 13:04:51

      ગુજરાતમાં ચાલુ સિઝનમાં સારો વરસાદ પડ્યો છે. ઓગસ્ટ મહિનો પૂરો નથી થયો ત્યાં રાજ્યમાં 107 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સારા વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક થવાના પગલે રાજ્યના 206 જળાશયોમાં પાણીનું લેવલ વધ્યું છે. રાજ્યના 93 ડેમ તો 100 ટકા ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ સતત પાણીની આવક થઇ રહી છે, જેના પગલે ડેમમાં હાલ 74.05 ટકા જળસંગ્રહ છે.રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 107.97 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 221.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 142.02 ટકા, ઉત્તર ગુજરાતમાં 95.60 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 92.77 ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં 80.79 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 29 જિલ્લાના 111 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

Download Our B K News Today App



Related News