પુણેથી ૮૦ કિમીના અંતરે ગામ છેપુણે પાસે ગામનો ૧૦૦ ટકા મતદાનનો રેકોર્ડ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 06:20:35
  • Views : 481
  • Modified Date : 2019-04-24 06:20:35

મહારાષ્ટ્રના પુણેથી આશરે ૮૦ કિલોમીટરના અંતરે સ્થત ઘોલ ગામ મતદાન માટે ખુબ જાણિતુ છે. આ ગામમાં મોટાભાગે વરિષ્ઠ લોકો રહે છે. જ્યારે બીજી બાજુ યુવાનો અભ્યાસ અને નોકરીની શરતે મોટાભાગે શહેરોમાં જતા રહ્યા છે પરંતુ મતદાનના ગાળા દરમિયાન આવીને મત આપે છે. આજ કારણ છે કે, આ ગામમાં વોટિંગ માટે રેકોર્ડ ૧૦૦ ટકા રહ્યું છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન થયું છે. પુણેની બારામતી સીટ હેઠળ આ ગ્રામીણ વિસ્તાર આવે છે. ગામના લોકોનું કહેવું છે કે, અહીંના લોકો ૧૦૦ ટકા મતદાનમાં વિશ્વાસ કરે છે. વિકાસના મુદ્દા મુખ્યરીતે રહેલા છે. ગામના લોકોનું કહેવું છે કે, મોટાભાગ ગ્રામીણ મતદારો છે પરંતુ કોઇપણ પાર્ટીના ઉમેદવાર અહીં મતદાન પહેલા સ્થતિને જાણવા માટે આવતા નથી. પાણીની સમસ્યા ખુબ જટિલ બનેલી છે. વિકાસ કામોની શરૂઆત ચૂંટણીની જાહેરાત બાદ જ કરવામાં આવી હતી.
 

Download Our B K News Today App



Related News