થરાદની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ 10વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં પ્રવેશી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-05 17:48:17
  • Views : 759
  • Modified Date : 2020-03-05 17:48:17

થરાદની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ 10વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં પ્રવેશી છે જે અંતર્ગત 10 વર્ષની યશોગાથા દર્શાવતો દશાબ્દી અંક "ઉડાન 2020"  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 થરાદની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ 10વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં પ્રવેશી છે જે અંતર્ગત 10 વર્ષની યશોગાથા દર્શાવતો દશાબ્દી અંક "ઉડાન 2020"  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આમંત્રિત મહેમાનો જેમાં મુખ્યત્વે થરાદના  ધારાસભ્ય શ્રી ગુલાબ સિંહ રાજપુત, બનાસ બેન્કના ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ પટેલ, કૃષિ મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડોક્ટર આર.એલ. મીણા, તેમજ શ્રી એ કે મોદી, શ્રી જે.બી ચૌધરી, શ્રી અજયભાઈ ઓઝા, શ્રી લાલજીભાઇ પટેલ, ડૉ.બી.જે.ચૌધરી, શ્રી મયુર મેવાડા, સહકાર ગ્રુપ થરાદ, પથુજી  રાજપુત, ભુરાભાઈ રાજપુત (શ્રી દ્વારકાધીશ વોટર સપ્લાયર્સ)  હસ્તે  દશાબ્દી અંકનું ભવ્ય વિમોચન અને કોલેજના વિદ્યાર્થીઓ નો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ઉડાન-૨૦૨૦ના પ્રકાશક તરીકે કોલેજના આચાર્યશ્રી ડૉ.એચ. વી. સેંજલિયાં તેમજ સંપાદક તરીકે ડૉ.એમ.જે.મન્સૂરી, ડૉ. રતિલાલ રોહિત તેમજ શ્રી કે.પી.ગોહિલે સમગ્ર અંક કોલેજ પરિવારના સાથ સહકારથી તૈયાર કર્યો જે બાબતોને બનાસકાંઠા જિલ્લાની જાગૃત જનતા સુધી પહોંચાડવાની કામગીરી  બનાસકાંઠા જિલ્લાના લોકપ્રિય સમાચાર પત્રો અને ન્યુઝ ચેનલોના પત્રકારો હાજર રહ્યા. તેમજ તેની સાથે સાથે કોલેજના સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કરી કોલેજ ખાતેથી વિદાય લેતા વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ યોજાયો સમગ્ર કાર્યક્રમ કોલેજ પરિવાર ની અથાગ પરિશ્રમથી સફળ બન્યો તે બદલ સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ.એચ.વી. સેંજલીયાએ અભિનંદન પાઠવ્યા.

Download Our B K News Today App



Related News