2 વર્ષમાં 10,000 વિદ્યાર્થી સાઇબર વૉરિયર્સ, વિદ્યાર્થી આત્મનિર્ભર બની બીજાને છેતરપિંડીથી બચાવે તે માટે તાલીમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-20 16:57:38
  • Views : 315
  • Modified Date : 2020-09-20 16:57:38

         ગુજરાતમાં વધતા સાઇબર ક્રાઈમને રોકવા માટે અમદાવાદ શહેર સાઇબર ક્રાઈમ વિભાગ દ્વારા સાઇબર અવેરનેસ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવાય છે. જેમાં વિવિધ શાળા કોલજના વિદ્યાર્થીઓને સાઇબર ક્રાઈમ રોકવા તેમજ જાગ્રત કરવા માટે પ્રેઝ્ન્ટેશન, સાઇબર ક્રાઈમને રોકવા માટે કયાં પગલાં જરૂરી છે જે માટેના ઈન્વેસ્ટિગેશન ટૂલ્સને લગતી વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવે છે. એસીપી જિતેન્દ્ર યાદવે કહ્યું કે, સાયબરની ઘટનાઓ સામે ટ્રેઈન થયેલા વિદ્યાર્થીઓ સમાજમાં વૉરીયર તરીકે કાર્ય કરે છે. જે માટે 2018થી આ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યા છે.ટ્રેનિંગ 7થી 8 દિવસની હોય છે. જેમાં સોશિયલ મીડિયા કેવી રીતે સાવચેતી પૂર્વક ઉપયોગ કરવું, બેન્કનું નામ લઈને બહારથી કોઈ ફોન આવે તો શું કહેવું, પીન, પાસવર્ડ ઓટીપી બીજાને શેર ના કરવા આ સાથે ગુજરાત પોલિસ પાસે ઉપલબ્ધ એવા ટૂલ્સ તેમજ તેની ફેસિલિટી, ઓનલાઈન ફરીયાદ કેવી રીતે કરવી, લીગલ એક્શન મોડ વગેરે શીખવવામાં આવે છે.જીટીયુના પૂર્વ વિદ્યાર્થી નરેશ કુમારે ઈન્કમટેક્સના નામે ફ્રોજડ કરતો કેસ સોલ્વ કર્યો. રીફન્ડના નામે મોબાઈ‌લમાં એપ ઈન્સ્ટોલ કરાવાતા હતા. આ ઓટીપી બીજાને ફોરવર્ડ કરી દેતા હતા. જેમાં 4,000 એકાઉન્ટ હેક થયા હતા. જેનો ડેટાબેઝ મેળવ્યો. ડેટાબેઝ પર વર્કઆઉટ કર્યું તેનું સર્વર મુંબઈમાં નાઈજેરીયન ગ્રુપ ચલાવતું હતું.જેમને 70 ડમી એકાઉન્ટ બનાવ્યા હતા. 45 એફઆઈઆર થઈ હતી. આ કૌભાંડની રકમ 91.55 લાખની હતી. આ કેસ સોલ્વ કરવામાં મદદ કરીઆધાર કાર્ડના ફિંગર પ્રિન્ટ લઈને રાશન કાર્ડ મેળાવવાનું કૌંભાડ ચાલતું હતું. આ કૌંભાડને સાયબર ક્રાઈમ સાથે મળીને માસ્ટરના વિદ્યાર્થીઓ પ્રાંજલ ઉપાધ્યાય અને ઋષભ વાઘેલાએ સોલ્વ કરવામાં મદદ કરી. આધાર કોર્ડનો ડેટા 1 હજારથી ઉપર હતો. ટેકનિકલ ડેટા મેળવીને એન્ડ્રોઈડ એપ કેવી રીતે કામ કરે છે, સર્વર ક્યાં કામ કરે છે તેમાં કામ કરી એ કેસ સોલ્વ કરવામાં મદદ કરી..

Download Our B K News Today App



Related News