BRTSના 1 લાખ 50 હજાર મુસાફરો સામે માત્ર 7600એ જ ‘યૂલુ’ અપનાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 17:45:10
  • Views : 440
  • Modified Date : 2020-03-12 17:45:10

શહેરના બીઆરટીએસ બસ સ્ટેન્ડ, શાળા-કોલેજો સહિતની મહત્ત્વના સ્થળેથી પરિવહન માટે મ્યુનિસિપલ કોર્પોરેશને સ્માર્ટ સિટી યોજના હેઠળ યૂલુ બાઇક મ્યુનિ.એ પીપીપી ધોરણે મૂક્યું છે. છેલ્લાં 5 દિવસમાં એક તરફ 7647 લોકોએ આ એપ્લિકેશન ડાઉન કરી છે, અને રોજના 751થી વધારે લોકોએ યૂલુ બાઇકની સવારી માણી છે. નોંધનીય છે કે, બીઆરટીએસમાં રોજ 1.50 લાખ જેટલા લોકો ઉપયોગ કરે છે. યૂલુ બાઈક માટે પ્રતિ મિનિટ રૂ.દોઢ ચૂકવવાનું રહેશે તેમજ એક વખત ચાર્જ કરવાથી 60 કિમી દોડશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જ 100 જેટલા સ્થળોએ યૂલુ બાઇક મૂકવાનું મ્યુનિ. તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડની નજીક જ મહત્તમ યૂલુ બાઇક મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પ્રથમ તબક્કામાં જ 7મી માર્ચે 250 જેટલા યૂલુ બાઇક મૂકાયા છે. વસ્ત્રાપુર તળાવ, શિવરંજની, હેલ્મેટ, એલડી એન્જિનિયરિંગ કોલેજ સહિતની કેટલાક સ્થળે આ યૂલુ બાઇક મૂકવામાં આવ્યા છે. શહેરમાં રોજના 751થી વધારે લોકો દ્વારા યૂલુ બાઇકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગઇકાલે જ 1388 જેટલી રાઇડ થયાનું નોંધાયું હતું. અત્યારે 250 જેટલા યૂલુ બાઇક ઉતારાયા છે. તેમજ જૂન 2020 સુધીમાં 500 જેટલી યૂલુ બાઇક ઉતારવાશે. પશ્ચિમ વિસ્તારમાં કોઇપણ વિસ્તારમાં જવા માટે તમને યૂલુ બાઇક સરળતાથી મળી રહે. ડીવાયએમસી નીતિન સાંગવાન છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રોજેક્ટ પર સતત ધ્યાન રાખી રહ્યા છે. આજે પણ તેઓ યૂલુ બાઇક માટેના સ્ટેન્ડ પર હતાં ત્યારે એક મહિલાએ આ બાઇક ચલાવવાની ઉત્કંઠા દર્શાવી હતી. તેમણે આ મહિલાને યૂલુ બાઇક અંગેની એપ ડાઉનલોડ કરી આપી હતી. યૂલુ બાઇક એક વખત ચાર્જ થયાં બાદ 60 કિ.મી. દોડે છે. જે વ્યક્તિએ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેને ચલાવી રહ્યા હોય તેને પણ આ એપથી મેસેજ મળે છે કે, બાઇકની બેટરી લો છે, તમે આટલા કિ.મી. ચાલી શકે છે. ચાલક વાહન ચાર્જિંગ માટે યોગ્ય સ્થળે પહોંચાડી શકે. પહેલા મોબાઇલમાં યૂલુ બાઇકની એપ ડાઉનલોડ કરવી પડશે. યૂલુ બાઇક ઉપર લખેલા ક્યુઆર કોડને સ્કેન કરતાં બાઇક અનલોક થશે. જેમાં અનલોક કરતાં સમયે તમારા બેલેન્સમાંથી રૂ. 5 કપાશે. જે બાદ પ્રતિ મિનિટના 1 રૂપિયો 50 પૈસા ચાર્જ લાગશે.

Download Our B K News Today App



Related News