કાંકરેજના શિહોરીમાં 1 કલાક 1 ઇંચ વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 11:46:00
  • Views : 470
  • Modified Date : 2020-07-31 11:46:00

    કાંકરેજના શિહોરીમાં ગુરુવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ અને વિજળીના કડાકા સાથે એક કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આજુબાજુના કંબોઇ, લક્ષ્મીપુરા સહિત અન્ય ગામોમાં સામાન્ય વરસાદ થયો હતો. આ ઉપરાંત ભાભરમાં, પાથાવાડા, દાતીવાડામાં પણ વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.કાંકરેજના શિહોરી પંથકમાં બપોરે ચાર વાગ્યા પછી આકાશમાં અચાનક વાતાવરણમાં પલ્ટો થતાં પવનના સૂસવાટા, ગાજવીજ અને વિજળીના કડાકા-ભડાકા સાથે માત્ર એક કલાકમાં 27 મિમિ એટલો કે 1 ઇંચ વરસાદ થયો હતો. જેને લઇ શિહોરીમાં નીચાણવાળા વિસ્તાર તેમજ હાઇવે ચાર રસ્તા પર પાણી ભરાયા હતા. ત્યારે શિહોરી નજીકના કંબોઇ, લક્ષ્મીપુરા સહિત બે-ચાર ગામોમાં સામાન્ય વરસાદ થયો હતો.ગુરૂવારે હવામાં ભેજનું પ્રમાણ 57 થી 81 ટકા સુધી રહ્યું હતું. સાથે ગરમીનું પ્રમાણ 37 ડિગ્રીએ પહોંચ્યું હતું. ઉત્તર ગુજરાતમાં હવાનું દબાળ સર્જાતાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા. તેમ છતાં સતલાસણામાં જ 5 મીમીનો હળવો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવારે મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસી શકે છે.

Download Our B K News Today App



Related News