બનાસકાંઠામાં એક જ દિવસે રેકોર્ડ 32 કેસ, ડીસાના યુવકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-06 12:33:28
  • Views : 2191
  • Modified Date : 2020-07-06 12:33:28

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસોની ગતિ વધી છે. જોકે સેમ્પલ આવવામાં મોડું થતા અને એક સાથે રિઝલ્ટ ડિક્લેર થતાં  32 પોઝિટિવ કેસો આવી ગયા હતા.  જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રોજ 300 જેટલા સેમ્પલ લેવાની કામગીરી કરાઈ રહી છે. પાટણ સ્થિત ધારપુર મેડિકલ કોલેજમાં લેબમાં યાંત્રિક ખામી હોવાથી 400થી વધુ સેમ્પલનું રીઝલ્ટ પેન્ડિંગ હતું. એક સાથે જ આટલા બધા કેસ આવતા જિલ્લા કલેક્ટરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્યની ટીમે ચેમ્બરમાં બોલાવી વધતા કેસો આ અંગે ચર્ચા વિચારણા કરી હતી. તેમજ આવેલા કેસો અંગે લોકોમાં પેનીક ન ફેલાય તે માટે ખાસ તકેદારી દાખવવા સુચના આપી હતી. મોટાભાગના કેસ જે સામે આવ્યા છે તેમા 35 વર્ષથી 73 વર્ષની વ્યક્તિઓનો તેમજ શહેરના અલગ-અલગ વિસ્તારોના આવ્યા છે. જેમાં પાલનપુર તાલુકાના 20, ડીસા શહેરના 6, વડગામ તાલુકાના 2, દાંતા અને વાવ તાલુકાના 1-1 અને રાજસ્થાનના સિરોહી જિલ્લાના 02 દર્દીઓનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે " ત્રણ ચાર દિવસના સેમ્પલ ભેગા થવાના લીધે કોરોના પોઝિટિવ કેસોનો આંક વધુ આવ્યો છે. જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસીસ આવ્યા છે ત્યાં સર્વેની કામગીરી હાથ ધરી છે જે લોકો ક્લોઝ હિસ્ટ્રીમાં છે તેમને  હોમ આઇસોલેશનમાં રહેવા જણાવાયું છે."વાવના ચાંદરવા ગામના અણદાજી લખમણજી રાજપૂતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો,જોકે  46 વર્ષીય અણદાભાઈમાં લક્ષણો ન દેખાતાં તેમના ખેતરમાં હોમ કોરેન્ટાઇન કરાયા હતા. વાવના ચાંદરવા ગામે પોઝેટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ડીસા તાલુકાના માલગઢ ગામના જગદીશકુમાર અમરાજી માળી (ઉ.વ.39) ને ચાર દિવસ અગાઉ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યાં બાદ ડીસાની કોવિડ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જો કે, શનિવારે વહેલી સવારે અચાનક જ જગદીશકુમાર માળીના અવસાનના સમાચાર મળતાં જ માલગઢ સહિત મિત્ર વર્તુળમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

જિલ્લામાં કોરોના પોઝિટિવ આવનાર દર્દીઓ

  • 1.દક્ષાબેન જયેશભાઈ પરમાર (ઉં.વ.41), રહે.મોટીબજાર, પાલનપુર
  • 2. હરેશભાઈ દલપતભાઈ પરમાર (ઉં.વ.), રહે.મોટીબજાર, પાલનપુર
  • 3.કમલેશભાઈ દલસુખભાઈ ચૌહાણ (ઉં.40), રહે.મહેર બંગ્લોઝ,  પાલનપુર
  • 4. ભાઈચંદભાઈ નાગરભાઈ રામસેના (ઉં.70)રહે.રામનગર સોસાયટી, પાલનપુર
  • 5.સેવંતીલાલ મગનલાલ મોદી (ઉં.વ.57),રહે.ખોડાલીમડા, પાલનપુર
  • 6. દિલીપભાઈ કાંતિભાઈ મોઢ (ઉં.વ.59), રહે. ઢૂંઢીયાવાડી,પાલનપુર
  • 7. રંજનબેન દિલીપભાઈ મોઢ (ઉં.વ.59), રહે.ઢૂંઢીયાવાડી, પાલનપુર
  • 8. શેરખાન ઝાફરખાન સિપાઈ (ઉં.વ.44), રહે.તપોવન સુકન સોસાયટી, પાલનપુર
  • 9. જશીબેન મનુ ભાઇ પ્રજાપતી (ઉં.વ.57), રહે. બ્રિજેશ્વર કોલોની, પાલનપુર
  • 10. શૈલેષભાઈ જયશંકર રાવલ (ઉં.વ.42), રહે.ગાયત્રી પરિવાર સોસાયટી, પાલનપુર
  • 11. લલિત નરેશભાઈ જાદવ (ઉં.વ.37), રહે.પાલનપુર
  • 12. હજરાખાતુન મહેબુબભાઇ શેખ (ઉં.વ.55) રહે.પાલનપુર
  • 13. પરસોત્તમભાઈ રતિલાલ સોની (ઉં.વ.73), રહે. શિવનગર, પાલનપુર
  • 14. વિનોદભાઈ પરથીભાઇ પટેલ (ઉં.વ.36), રહે. પાલનપુર
  • 15. કનૈયાલાલ ચૈતાલાલ યાદવ (ઉં.વ.38), રહે.જામપુરા,પાલનપુર
  • 16. સબીરભાઈ મોહમ્મદભાઈ કુગશીયા (ઉં.વ.54), રહે.કાણોદર
  • 17.જમાલભાઈ સવાભાઈ અટોઝ (ઉં.60), રહે.પટોસણ રણજીતપુરા, પાલનપુર
  • 18. જહુરખાન ઝફરખાન સિપાઈ (ઉં.વ.43), રહે.ચડોતર
  • 19. રજનીકાંત દલાભાઈ માતેર (ઉં.વ.54), રહે. ભાગળ,પાલનપુર
  • 20. ફાતેમાબેન અબ્દુલહુસેન સુણસરા (ઉં.વ.54), રહે.કાણોદર
  • 21. ધર્મેન્દ્રભાઈ લાલજીભાઈ પવાર (ઉ.વ. 48) રહે, મારવાડી મોચીવાસ, ડીસા 
  • 22. ધવલ અશોકભાઈ મોદી (ઉ.વ. 27) રહે, પ્રતાપચાલી, ડીસા
  • 23. પૂનમબેન વિક્રમજી શાહ (ઉ.વ. 34) રહે, કુમારપાળ સોસાયટી, ડીસા 
  • 24. પ્રતિક અમરતલાલ ઠક્કર (ઉ.વ. 25) રહે, ગ્રીનપાર્ક સોસાયટી, ડીસા
  • 25. પૂજાબેન જયેશભાઇ સોની (ઉ.વ. 26) રહે, જલારામ બંગલોઝ, ડીસા 
  • 26. કનુભાઈ બાબુલાલ પાંચા (ઉ.વ. 67) રહે, લાલચાલી, ડીસા
  • 27. જશુભાઇ ગણેશભાઇ દેવીપૂજક (ઉં.વ.49) રહે.વડગામ
  • 28. પન્નાબેન ભાવેશકુમાર મોદી (ઉં.વ.42) રહે.વડગામ)
  • 29.જયંતિભાઇ દેવાભાઇ પરમાર (ઉં.વ.52), રહે.દાંતા
  • 30.અણદાજી લખમણજી રાજપૂત (ઉ.વ.46) રહે.ચાંદરવા તા.વાવ
  • 30. પ્રભુદયાલ સવાજી રાવલ (ઉં.વ.65), રહે.શિવેરા,તા.પિંડવાડા,.જિ.શિરોહી
  • 31. કલ્પેશ પ્રભુદયાલ રાવલ (ઉં..વ.45), રહે.શિવેરા,તા.પિંડવાડા, જિ.શિરોહી

Download Our B K News Today App



Related News