મોડાસા નજીકથી કારના બોનેટમાં સંતાડેલું 1.5 કરોડનું ચરસ પકડાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-16 12:26:22
  • Views : 359
  • Modified Date : 2020-09-16 12:26:22

        સોમવાર રાત્રિના સમયે જમ્મુ કાશ્મીરથી ચરસનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડી રહેલા 16 કિલોના જથ્થાને દિલ્હી પાર્સિંગની વેગનઆર કારના બોનેટમાં સંતાડેલા દોઢ કરોડના ચરસને વડોદરા તરફ જાય તે પહેલા નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરોએ પીછો કરી મોડાસાના સહયોગ પેટ્રોલ પંપની આસપાસના વિસ્તારમાં પકડી કાશ્મીરી યુવકની ધરપકડ કરી હતી.મોડાસા શહેર નજીક સહયોગ પેટ્રોલ પંપની આસપાસના વિસ્તારમાં રાત્રિના સમયે શંકાસ્પદ વેગનઆર કારમાં ચરસનો જથ્થો ભરીને પસાર થવાની છે તેવી વાતની NCBને જાણ મળતાં અધિકારીઓ દ્વારા રાજસ્થાન તરફથી આવતા તમામ ખાનગી વાહનોને અટકાવી તપાસ કરવામાં આવી હતી. દરમિયાન કાશ્મીરી યુવક કાશ્મીર તરફથી ચરસ લઈને ચારથી પાંચ રાજ્યો પસાર કરી દિલ્હી પાર્સિંગની વેગેનઆર કારમાં રાજસ્થાનની સરહદ પાર કરી ગુજરાતમાંથી વડોદરા તરફ જતા પહેલા એનસીબી અધિકારીઓએ 16 કિલો ચરસ ઝડપી પાડ્વેયો હતો જે વેગનઆર કારના બોનેટમાં છૂપાવ્યો હતો.બાતમીને આધારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા રાજસ્થાનમાંથી ગુજરાત તરફ આવતાની સાથે શામળાજીથી પીછો કરી મોડાસાની આસપાસના વિસ્તારમાં NCB એ કારમાંથી દોઢ કરોડનું 16 કિલો ચરસ પકડ્યું હતું.

Download Our B K News Today App



Related News