ભારતના ટોચના 100 ધનિકોની યાદીમાં મૂળ કચ્છના બે ઉદ્યોગપતિ ચંદ્રકાંત અને રાજેન્દ્ર ગોગ્રીને સ્થાન મળ્યું છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-09 13:16:42
  • Views : 302
  • Modified Date : 2020-10-09 13:16:42

       મૂળ કચ્છી અઝીમ પ્રેમજી બાદ દેશના ધનિકોમાં સ્થાન મેળવનારા ગોગ્રી બંધુ હાલે 1,01,94,26,00,000 રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો ધરાવે છે.મૂળ માંડવી તાલુકાના ભાડિયાના આ ઉદ્યોગપતિઓએ મુંબઇમાં નવનીત કચ્છી ફાઉન્ડેશનની સ્થાપના કરી છેઅમેરિકામાંથી પ્રકાશિત થતાં ફોર્બ્સ મેગેઝિન દ્વારા તાજેતરમાં બહાર પડાયેલી ભારતના ટોચના 100 ધનિકોની યાદીમાં મૂળ કચ્છના બે ઉદ્યોગપતિ ચંદ્રકાંત અને રાજેન્દ્ર ગોગ્રીને સ્થાન મળ્યું છે. કેમિકલ અને દવાઓનું ઉત્પાદન કરતી આરતી ઇન્ડસ્ટ્રીઝના આ માલિકોએ 1.39 બિલિયન ડોલર્સ એટલે કે 1 ખર્વ કરતાં વધારે સંપત્તિ સાથે ભારતમાં 96મા ક્રમે ધનિક બન્યા છે. ફોર્બ્સની યાદીમાં પ્રથમવાર એન્ટ્રી મેળવનારા આ બન્ને કચ્છી માદરે વતન અને મુંબઇમાં અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છેદેશભરના જૈનોની સાથે રહેતા ઉદ્યોગપતિ બંધુ છેલ્લા ત્રણેક વર્ષથી 200થી 300 કરોડનું દાન કરીને સામાજિક દાયીત્વ નિભાવી રહ્યા છે. ખાસ કરીને જરૂરતમંદોની આર્થિક સહાય માટે તત્પર રહે છે. જૈન સિવાયના સમાજો માટે પણ તેમણે નોંધપાત્ર આર્થિક યોગદાન આપ્યું છે તેમ પૂર્વ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું..

Download Our B K News Today App



Related News