સૈન્ય માટે બનાવેલું શેલ્ટર હોમ ચીન સરહદે 15500 ફૂટની ઊંચાઈએ મૂકાયું, છત પર 6 ફૂટ બરફ પડે તો પણ કંઈ થશે નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-25 14:58:44
  • Views : 425
  • Modified Date : 2020-10-25 14:58:44

              ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (જીયુસેક)એ ચીન સરહદે ફરજ બજાવતા જવાનો માટે એલ્ટિટ્યૂડ હેબિટાટનું તૈયાર કરેલું સેમ્પલ લેહમાં ઈન્સ્ટોલ કરાયું છે. આ શેલ્ટર 15,500 ફૂટની ઊંચાઈએ માઈનસ 30 ડિગ્રી તાપમાનમાં રક્ષણ આપે છે અને રૂફ પર 6 ફૂટ સુધી બરફ પડે તો પણ તેને કંઈ થતું નથી. આ રિસર્ચ માટે ભારતીય સૈન્યે યુનિવર્સિટીને 1.20 કરોડની ગ્રાન્ટ પણ આપી હતી.ઇન્ડિયન આર્મીની સાથે ઘણી બાબતો પર રિસર્ચ અને ઇનોવેશન ચાલે છે. ભારતીય સૈન્યે ગુજરાત યુનિવર્સિટીની આ પ્રોડક્ટને માન્યતા આપી છે. આ બાબત જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે અત્યંત પ્રોત્સાહક બની રહી છે. - ડો. હિમાંશુ પંડ્યા, કુલપતિ, ગુજરાત યુનિવર્સિટીયુનિવર્સિટીએ જવાનો માટે બનાવેલા ખાસ ટેન્ટથી અમે સંતુષ્ટ છીએ. ભવિષ્યમાં પણ આ પ્રકારના સંશોધન યુનિવર્સિટી સાથે સંકલન કરીને હાથ ધરાશે. 

Download Our B K News Today App



Related News