રોવડાવતી ડુંગળીના ભાવથી બચવા બેસ્ટ ઉપાય છે ડિહાઇડ્રેટેડ ઓનિયન, પ્રતિ કિલોએ થાય છે રૂપિયા 45ની બચત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-25 13:44:35
  • Views : 409
  • Modified Date : 2020-10-25 13:44:35

             છેલ્લા પંદરેક દિવસથી ડુંગળીના વધતા ભાવ વધી જતા ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. પરંતુ, ભાવને કાબુમાં કરવા અને વધતા ભાવ સામે શું કરવું તેનો જવાબ ઘરઆંગણે ઉપલબ્ધ હોવા છતાં તેના પ્રત્યે હજુ સુધી કોઈનું ધ્યાન ગયું નથી. આ બાબતે ડુંગળીના ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, ડુંગળીના વધતા ભાવને કાબુ કરવામાં ડિહાઇડ્રેટેડ ઓનિયન એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છેબજારમાં હાલ તાજી ડુંગળી રૂ. 75થી 80 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. બીજી તરફ ડિહાઇડ્રેટેડ ઓનિયનનો ભાવ કિલો દીઠ રૂ. 100-120 છે. જોકે એક કિલો ડિહાઇડ્રેટેડ ઓનિયનએ 6 કિલો તાજી ડુંગળી બરાબર હોય છે એ હિસાબે ડિહાઈડ્રેટેડ ડુંગળી તમને માત્ર રૂ. 16-17ના ભાવે પડે છે. એટલે કે, તાજી ડુંગળીની તુલનામાં ડિહાઇડ્રેટેડ ઓનિયનના વપરાશથી રૂ. 40-45નો ફાયદો થાય છે..ઓલ ઇન્ડિયા વેજીટેબલ ડિહાઇડ્રેટેડ મેન્યુફેક્ચર્સ ડેવલપમેન્ટ એસોસિએશનના પ્રમુખ મનોજ રામે જણાવે છે કે, બજારમાં તાજી ડુંગળીના જે ભાવ અત્યારે ચાલી રહ્યા છે તેની સામે ડિહાઇડ્રેટેડ ઓનિયન વપરાશના સમયે 6 ગણી સસ્તી પડે છે. જોકે સામાન્ય રીતે લોકોને આ અંગે ઓછી જાણ હોવાથી તેઓ મોંઘા ભાવની ડુંગળી ખરીદીને ખાય છે. બીજીતરફ આ જ ડિહાઇડ્રેશન થયેલી ડુંગળીને યુરોપ, ઓસ્ટ્રેલિયા,રશિયા, નેધરલેંડ સહિત દુનિયાભરના લોકો ખરીદી રહ્યા છે. જો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડિહાઇડ્રેટેડ ઓનિયનનો વપરાશ વધે તો આવનાર સમયમાં તાજી ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખી શકાય એમ છે. તેનાથી ખેડૂતોને પણ ફાયદો થશે અને લોકોને પણ સસ્તા ભાવે ડુંગળી મળી રહેશે.તાજી ડુંગળીની અંદર 90% ભાગ પાણી હોય છે. આ પાણીને પ્રોસેસ કરીને સુકવી દેવામાં આવે છે અને પાછળ જે પાન વધે છે તેમાંથી ફ્લેક્સ, પાવડર, સ્લાઈસ વગેરે બનાવવામાં આવે છે. મહુવા સ્થિત મહારાજા ડિહાઇડ્રેશન પ્રાઈવેટ લીમીટેડના મેનેજીંગ ડિરેક્ટર વિઠ્ઠલ કોરડિયાએ જણાવ્યું કે, સામાન્ય રીતે એક કિલો ડિહાઇડ્રેટેડ ઓનિયન બનાવવા માટે 7-8 કિલો ડુંગળીની જરૂર પડે છે. ડિહાઇડ્રેશન કરેલી ડુંગળીને બે વર્ષ સુધી સાચવીને રાખી શકાય છે. ઓનિયન ફ્લેક્સને વાપરતા પહેલા તેને 10 મિનીટ સુધી પાણીમાં રાખવાથી ફરી તે તાજી ડુંગળીના સ્વરૂપમાં પરિવર્તિત થાય છે.

Download Our B K News Today App



Related News