શહેરમાં હાલ 1729 એક્ટિવ કેસ પૈકી 34 ટકા દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-08 15:52:31
  • Views : 410
  • Modified Date : 2020-10-08 15:52:31

       વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 12,612 પોઝિટિવ કેસ નોંધાયા છેવડોદરા શહેર અને જિલ્લામાં હાલ કુલ 1729 એક્ટિવ કેસ પૈકી 598 દર્દી હોમ આઇસોલેશમાં છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 10,679 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1729 એક્ટિવ કેસ પૈકી 184 દર્દી ઓક્સિજન ઉપર અને 76 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1469 દર્દીની હાલત સ્થિર છે.વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 12,612 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 204 થયો છેવડોદરા શહેરમાં હાલ 4653 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 4651 લોકો હોમ ક્વોરન્ટીન અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 02 લોકો ક્વોરન્ટીન છેવડોદરા શહેરમાં અત્યારે 18,039 ઘરમાં 71,627 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 38,700 ઘરમાં 1,30,249 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 37,617 ઘરમાં 1,29,453 લોકો યલો ઝોનમાં છે..

Download Our B K News Today App



Related News