વડોદરામાં આ વર્ષે ગરબાનો રૂ. 450 કરોડનો બિઝનેસ ઠપ, 10 હજારથી વધુ લોકોની રોજગારી અટવાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-16 12:56:49
  • Views : 434
  • Modified Date : 2020-10-16 12:56:49

            શહેરના મોટા ગરબાઓમાં ફરાસખાનાનો ખર્ચ રૂા.70 લાખથી એક કરોડ રૂપિયાનો છે. વડોદરાના નાના ગરબાઓના સંચાલકોનો પણ ખર્ચ રૂ.4થી 8 લાખ જેટલો છે. આ ઉપરાંત નાના 250થી 300 ગરબાઓમાં પણ ફરાસાખાનાના બીલ 20 હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીના બને છે. ફરાસખાનાઓ પાછળ જ વડોદરાના તમામ ગરબાઓનો ખર્ચનો સરવાળો માંડતાં આ રૂ. 15 કરોડ પર પહોંચે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ફરાસખાનામાં લાઇટિંગ્સ, લેમ્પ્સ અને ડેકોરેશન્સની વિવિધ એસેસરીઝ ઉમેરાઇ હોવાથી બજેટ વધ્યું છે. મોટા ગરબાઓમાં આર્કિટેક, સર્વેયર સાથે સંકલન સાધીને કામ કરવાનું હોવાથી ફરાસખાના સંચાલકોને પણ જુદી જુદી વસ્તુઓ લાવવાની થાય છે. હવે ગરબા માટેના ડ્રેસ પાછળનું એવરેજ બજેટ છોકરાઓ જ 5 હજાર જેટલું હોય છે. જ્યારે ઘણીખરી યુવતીઓ 8 હજાર જેટલો ખર્ચ માત્ર ચણિયાચોળી પાછળ જ કરે છે. બાકી એકથી બે લાખ રૂપિયા માત્ર ચણિયાચોળી પાછળ જ ખર્ચ કરનારી માનુનીઓ પણ વડોદરામાં છે. નાના ભૂલકાં ખેલૈયાઓના બજેટ પણ 1200થી 3000 હોય છે. બીજા કેટલાક ડ્રેસદીઠ ભાડાના રોજના રૂ.1,200થી માંડીને રૂ.2,500 આપતા અચકાતા નથી. આ ઉપરાંત પોતાના વિદેશમાં વસતા પરિવારજનોને પણ વડોદરાથી ડ્રેસ ખરીદીને મોકલાવે છે. આ ગણતરી મુજબ વડોદરા નવરાત્રિમાં ખેલૈયાઓ 200 કરોડ રૂપિયા માત્ર નવરાત્રિના ડ્રેસ પાછળ જ ખર્ચીઆ ક્ષેત્રે સ્પર્ધા વધી હોવાથી જનરેટર્સ પણ ફરાસખાનાવાળા લાવતા થયા છે. ફરાસખાનાના ક્ષેત્રે ગરબામાં અમદાવાદ-મુંબઇ જેવા શહેરોમાંથી ફરાસખાનાનો સામાન આવે છેએવરેજ ખેલૈયો 150થી માંડીને 1000 રૂપિયા સુધીનો ખર્ચ ખાણીપીણી પાછળ કરે છે. જ્યારે નબીરાની પાર્ટી 5થી 10 હજાર સુધી જાય છે. ખાણીપીણીનો જ નવરાત્રિ દરમિયાન વડોદરાવાસીઓ સહેજે રૂપિયા 100 કરોડ ખર્ચી કાઢે છે..

Download Our B K News Today App



Related News