સુરતમાં પહેલા 1000 કેસ 89 દિવસે નોંધાયા બાદ છેલ્લા સાડા ત્રણ મહિનાથી દર 4 દિવસે 1000 કેસ, રફ્તારમાં કોઈ ફરક નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-16 14:58:18
  • Views : 351
  • Modified Date : 2020-10-16 14:58:18

       સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 33 હજારને પાર કરી 33181 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 974 થયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 30 હજારને પાર કરી 30102 થઈ ગઈ છે. એક રાહત એ છે કે, કોરોનાના કેસની સામે 90.72 ટકા લોકો રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે કોરોનાનો ડેથ રેટ 2.93 ટકા છે.સુરત શહેરમાં કોરોનાની રફતારમાં કોઈ ફરજ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં હાલ 33 હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં પહેલા 1000 કેસ 89 દિવસે એટલે કે લોકડાઉનના સમય દરમિયાન નોંધાયા હતા. જોકે, ત્યારબાદ અનલોક જાહેર કરતા કોરોનાનો રાફડો ફાટ્યો છે. જેમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી દર ચાર દિવસે 1000 કેસ નોંધાઈ રહ્યા છે. જુલાઈ મહિનાથી કોરોનાના કેસમાં વધારો થયો હતો. જે હાલ પણ 250થી વધુ કેસ સામે આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News