તલાટીને એફિડેવિટની સત્તા આપવાના નિર્ણય સામે નોટરીઓ વિરોધ નોંધાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-09 14:34:52
  • Views : 507
  • Modified Date : 2020-10-09 14:34:52

            ઇન્ટરવ્યૂમાં પાસ થયા બાદ તેમને નોટરીને દરજ્જો આપવામાં આવે છે. પરિણામે નોટરીનું કામ કરતાં અધિકારીઓને હાઈકોર્ટના જજ જેટલું નોલેજ હોય છે, એમ નોટરી એસોસિયેશનના પ્રમુખ ધીરેશ શાહનું કહેવું છે.તલાટી કમ મંત્રીને 22 જેટલી સેવાઓ માટે ગામડાંની જનતાને એફિડેવિટ કરવાની સત્તા આપવાના ગુજરાત સરકારના નિર્ણયને પરિણામે ગુજરાતના તમામ નોટરીઓના કામકાજ છીનવાઈ જવાની શક્યતા વધી જતાં તેમણે આ બાબતનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.  નોટરી દ્વારા રૂા. 50નો સ્ટેમ્પ અને રૂા. 50ની નોટરાઈઝેશન માટેની ટિકીટ વાપરવામાં આવતી હતી તેથી સરકારને તેના થકી વર્ષે દહાડે કરોડોની આવક પમ થતી હતી. હવે આ આવક થશે કે નહિ તે નિશ્ચિત જણાતું નથી. બીજું, સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં ગુજરાત સરકારે તલાટી કમ મંત્રીને આપેલી આ સત્તા રાજકીય કારણોસર અને આગામી દિવસોમાં આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં લઈને આપવામાં આવી હોવાનું જણાય છે.  આ નવી જોગવાઈને કારણે પડનારી તકલીફનો અંદાજ આપતા તેઓ કહે છે કે સામાન્ય રીતે પરંતુ નોટરીને સ્થાને કામ કરનારા તલાટી કમ મંત્રી વિવાદને ટાણે સમગ્ર સ્થિતિને સમજી કે સમજાવી શકશે નહિ  નોટરીની માફક એફિડેવિટનો તે રૅકોર્ડ રાખશે નહિ. પરિણામે ભવિષ્યમાં વિવાદ થશે ત્યારે કોણે કઈ એફિડેવિટ કરી આપી તે સ્પષ્ટ થશે નહિ. સ્પષ્ટ થશે તો પણ તે તલાટી-મંત્રીની બદલી થઈ ગઈ હોવાની નોબત આવશે.તલાટી કમ મંત્રીને બે ત્રણ ચાર્જ પણ સોંપવામાં આવતા હોય છે. તેથી તેઓ ઑફિસમાં પૂરતા કલાક ન આપી શકે તો ગામડાંના લોકોના કામકાજ ન થાય તેવી શક્યતા રહેલી છે.  

Download Our B K News Today App



Related News