50 કે તેથી વધુ ઉંમરની વ્યકિતઓ માટેે કોરોના વધુ જીવલેણ સાબિત થાય છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-31 12:15:30
  • Views : 571
  • Modified Date : 2020-10-31 12:15:30

            ત્યારસુધીમાં નોંધાયેલા 35 હજારથી વધુ કેસમાં સૌથી વધુ મૃત્યુ 50થી 100 વર્ષની ઉંમરના 1,511 લોકોનાં થયાં છે, જયારે 0થી 50 વર્ષની વચ્ચેની ઉંમરના 276 લોકો મૃત્યુ પામ્યા છે. જોકે 0થી 50 વર્ષની ઉંમરના 19,272 લોકો કોરોનાનો ભોગ બન્યા છે, જેની સામે 50થી 100 વર્ષની ઉંમરના 16,185 લોકોનેે કોરોના થયો છે, પણ મૃત્યુનો દર 0થી 50 વર્ષ વચ્ચે માત્ર 1.43 ટકા છે, જયારે 50થી 100 વર્ષ વચ્ચે 9.35 ટકા છે, એટલે કે 50થી 100 વર્ષની ઉંમરના જેમને કોરોના થાય છે એમાંથી દર દસમાં વ્યકિતનું મૃત્યુ થયું છેઅમદાવાદમાં લગભગ 2 મહિના પછી કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,870 પર પહોંચી છે. વિવિધ હોસ્પિટલોમાંથી દર્દીઓના ડિસ્ચાર્જનો રેશિયો ઊંચો જતાં એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોના વાઇરસના નવા 162 કેસ નોંધાયા હતા, જ્યારે વધુ બે દર્દીના મૃત્યુ થયા હતા. આ સાથે શહેરમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 40,153 અને કુલ મૃત્યુ આંક 1,884 થયો છે. શુક્રવારે 174 દર્દી સાજા થતાં હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. કેસની સમીક્ષાને આધારે વધુ 6 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા હતા, જ્યારે 6 વિસ્તારને કન્ટેન્મેન્ટમાંથી દૂર કરાયા હતા. કન્ટેન્મેન્ટમાં મુકાયેલા તમામ 6 વિસ્તાર પશ્ચિમ અમદાવાદના છે.શહેરમાં અત્યારસુધીમાં કુલ 34500 દર્દી કોરોનામાંથી સાજા થયા હતા, જેમાં સરકારી હોસ્પિટલોમાંથી 8,415 અને ખાનગી હોસ્પિટલોમાંથી 9403 દર્દીનો સમાવેશ થાય છે. એ જ રીતે સરકારી કોવિડ કેર સેન્ટરમાંથી 1,791 જ્યારે ખાનગી કોવિડ કેર સેન્ટરમાંથી 735 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. હોમ આઇસોલેશનમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા સૌથી વધુ 14,156 છે. બીજી તરફ શહેરમાં કુલ 1,848 વ્યક્તિનાં મૃત્યુ અત્યારસુધીમાં થયાં છે, જેમાંથી 1,312 દર્દી અસારવા સિવિલ, એસવીપી, સોલા સિવિલ સહિતની સરકારી હોસ્પિટલમાં થયાં છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 535 દર્દીનાં મૃત્યુ થયાં છે. કોવિડ કેર સેન્ટરમાંથી માત્ર 1 જ દર્દીનું મૃત્યુ થયું છે.

Download Our B K News Today App



Related News