સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 30,571 પર પહોંચી ગયો છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-06 12:06:07
  • Views : 346
  • Modified Date : 2020-10-06 12:06:07

       કોરોના ના વધતા  જતાં  કેસો લોકોમાં સતત ભય  જગાડે છે  મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 30,571 પર પહોંચી ગયો છેઆ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 945 થયો છેગત રોજ શહેરમાંથી 175 અને જિલ્લામાંથી 118 સહિત શહેર જિલ્લામાંથી 293 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાને મ્હાત આપી સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 27 હજારને પાર કરી 27,168 થઈ ગઈ છે.સુરત સિટીમાં કુલ 22,381 પોઝિટિવ કેસમાં 684ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 8190 કેસ પૈકી 261ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 30,571 કેસમાં 945ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 20,280 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 6888 દર્દી સાજા થયા છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2457 એક્ટિવ કેસ છે.

Download Our B K News Today App



Related News