રાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની જંગી આવક નોંધાઇ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-05 14:25:44
  • Views : 343
  • Modified Date : 2020-10-05 14:25:44

        મગફળીના વાહનોની 2થી 3 કિલોમીટર લાંબી કતાર લાગી છે. હાલ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે.સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની જંગી આવક નોંધાઇ છે. જેના લીધે હાઇવે પર સાઇડમાં વાહનોની લાંબી કતારો લાગી ગઇ મગફળીની બમ્પર આવકને લઈ ટ્રાફિક નિયમન અને વાહન ચાલકોને પહેલેથી જ સૂચના આપી દેવાઇ હોવાથી કોઇ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ ન હતી. પરંતુ મગફળી ભરેલા વાહનોની લાઇન અંદાજે 2 થી 3 કિલોમીટર લાંબી જોવા મળી હતી. મહત્વનું છે કે ગોંડલ માર્કેટયાર્ડમાં દૈનિક 40000થી 50000 ગુણી મગફળીની આવક થઈ રહી છે.આ વર્ષે ચોમાસામાં વરસેલા સારા વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં મગફળીનુ પુષ્કળ માત્રામાં પાક થયો છે. જે માર્કેટયાર્ડમાં મગફળીના વધુ ભાવ મળતા હોય ત્યા ખેડૂતો મગફળી વેચી રહ્યાં છે. ગોંડલના એપીએમસી માર્કેટમાં મગફળીનુ વેચાણ કરવા ખેડૂતો મોટી માત્રામાં ઉમટી પડ્યા છે. મગફળી ભરેલા વાહનોની 2 કિલોમીટરથી પણ વધુ લાઈન લાગી છે.

Download Our B K News Today App



Related News