ભાંગી પડ્યો ગુજરાતી ક્રિકેટર! IPLની મેચ દરમિયાન મળ્યા માઠા સમાચાર,બાયોબબલ તોડી અમદાવાદ જવાના રવાના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-12 11:05:42
  • Views : 315
  • Modified Date : 2022-04-12 11:05:42

ફાસ્ટ બોલર હર્ષલ પટેલની બહેનનું અવસાન

લાંબા સમયથી હતા બિમાર 

IPLની મેચ પૂર્ણ કરી અમદાવાદ જવા રવાના થયો હર્ષલ

 

ફાસ્ટ બોલર હર્ષલ પટેલની બહેનનું અવસાન થતાં તે મેચ બાદ પોતાના ઘરે જવા રવાના થયો હતો. આ દર્દનાક ઘટના ત્યારે બની જ્યારે હર્ષલ પટેલ મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલ મેચ રમી રહ્યો હતો.

શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી વચ્ચે મેચ ચાલી રહી હતી ત્યારે હર્ષલ પટેલની બહેન અર્ચિતા પટેલનું નિધન થયું હતું. આ સમાચાર સાંભળીને તે મેચ પૂર્ણ થયાં બાદ તરત જ તેના ઘરે ગયો. તે તેની બહેનના અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા પછી તરત જ ટીમમાં ફરી સામેલ થશે. જો કે, ક્વોરન્ટાઈનના કારણે, તેણે ત્રણ દિવસ સુધી બાયો-બબલથી દૂર રહેવું પડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની બહેન બીમાર હતી.

અમદાવાદના સાણંદનો વતની છે હર્ષલ પટેલ 

અર્ચિતા પટેલ ત્રણ ભાઈ બહેનમાં સૌથી નાની હતી. આવી સ્થિતિમાં હર્ષલ પટેલ તેની નાની બહેનની ખૂબ નજીક હતો. આ જ કારણ છે કે તેમની બહેનના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેઓ તેમના ઘર તરફ રવાના થઈ ગયા હતા. 31 વર્ષીય હર્ષલ પટેલ ગુજરાતના સાણંદનો વતની છે. સાણંદ અમદાવાદ જિલ્લામાં આવે છે અને તેઓ પુણેથી સીધા અમદાવાદ જવા નીકળ્યા હતા. જોકે, તે પુણેથી સીધો અમદાવાદ ગયો કે પહેલા મુંબઈ ગયો હતો તે અંગે જાણી શકાયું નથી. 

 

 

 

Download Our B K News Today App



Related News