મોદી 31મીએ SOU પાસે ક્રૂઝ સેવાનું ઉદઘાટન કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-09 12:27:12
  • Views : 263
  • Modified Date : 2020-10-09 12:27:12

         31 મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થાય તેવી શક્યતાઓ વચ્ચે પુનઃ તૈયારીઓ કરવામાં આવી રહી છે.જોકે, કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ માટે 50 જેટલા પ્રવાસીઓની સફર કરાવવામાં આવશે તેવી તૈયારી સાથે આ સેવા પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાશે. એક પ્રવાસી દીઠ 300 રૂપિયાની ટીકીટ નક્કી કરવામાં આવી છે.નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દેશ અને દુનિયામાં પ્રચલિત થઈ છેઆ ક્રૂઝ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ ફરશે જેથી જળમાર્ગે પણ પ્રવાસીઓ સ્ટેચ્યુને નિહાળી શકશે. આ સર્વિસની એક વ્યક્તિનિ ટીકીટ 250 થી 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે ક્રૂઝને ગરુડેશ્વરથી 6 કિમિના અંતરમાં ચલાવવામાં આવશે. રાત્રિ દરમિયાન સ્ટેટ પર આદિવાસી નૃત્ય સાથે ગીત સંગીત પણ હશે. જેથી બોટમાં બેઠેલા પ્રવાસીઓને મનોરંજન મળી રહે. જેને ટૂંક સમયમાં ચાલુ કરવાનું તંત્ર કહી રહ્યા છે.

Download Our B K News Today App



Related News