રાજ્યમાં 16,487 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 દર્દી વેન્ટીલેટર પર જ્યારે 16,406ની હાલત સ્થિર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-09 15:30:39
  • Views : 347
  • Modified Date : 2020-10-09 15:30:39

       રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 48,58,505 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,47,951 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 3,541ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ કુલ 1 લાખ 27 હજાર 923 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોની સામે ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જો કે હજુપણ રાજકોટ,અમદાવાદ, વડોદરા તેમજ જામનગર જેવા શહેરોમાં લોકલ સંક્રમણમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. રાજ્યમાં 24 કલાકમાં 52,465 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,278ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1,266 દર્દી સાજા થયા છે અને 10 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. જો કે આજે(8 ઓક્ટોબર) 68 દિવસ બાદ પ્રથમવાર 1,280થી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા 31 ઓગસ્ટે 1,282 કેસ નોંધાયા હતા.

Download Our B K News Today App



Related News