સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે રવિવારે મગફળીની આવક ફરી શરૂ કરવામાં આવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-11 14:13:16
  • Views : 428
  • Modified Date : 2020-10-11 14:13:16

       બપોર સુધીમાં આશરે 1 લાખ ગુણી મગફળીની ગુણીની આવક થઈ હતી. મગફળીના 20 કિલોના 600થી 1001 સુધીના ભાવ બોલાય રહ્યાં છે. મગફળીની આવકમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે 1 લાખ ગુણીની આવક થતા યાર્ડે મગફળીની આવક બંધ કરવાની ફરજ પડી હતી.સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે રવિવારે મગફળીની આવક ફરી શરૂ કરવામાં આવી છેગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શીંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાએ દરેક ખેડૂત ભાઈઓને જણાવ્યું હતું કે, મગફળીને સૂકવીને લાવવાથી ભાવ પણ સારા મળશે. મગફળીનો સારો ભાવ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ મગફળીને પૂરેપૂરી સૂકવીને લાવવી જોઈએ. યાર્ડ દ્વારા ખેડુતભાઈઓનો માલ બગડે નહીં, સમયસર તોલ થઇ જાય અને માલનો વધારેમાં વધારે નિકાલ થાય તેની પુરતી તકેદારી રાખવામાં આવે સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારા વરસાદના કારણે મગફળીના પાકનું પુષ્કળ ઉત્પાદન થયું છે. મગફળીના વેચાણ માટે સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગોંડલ યાર્ડ આવી રહ્યા છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રના અન્ય યાર્ડો કરતા ભાવ પણ સારા મળી રહે છે. આથી ખેડૂતો ગોંડલ યાર્ડમાં પોતાની મગફળી વેચવાનો આગ્રહ રાખે છે.છે.

Download Our B K News Today App



Related News