રાજકોટ રેલવે સ્ટેશન પર ડિસેમ્બર માસમાં એસ્કેલેટરનું લોકાર્પણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-11 13:57:16
  • Views : 392
  • Modified Date : 2020-10-11 13:57:16

         આ અંગે રેલવેના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યુ છે કે 3 એસ્કેલેટરની મંજૂરી મળી હતી. જેનું છેલ્લા એક વર્ષથી કામ પણ ચાલી રહ્યું હતું. જેમાં ચઢવા અને ઉતરવા માટે 2 એસ્કેલેટરનું નિર્માણ પ્લેટફોર્મ નંબર-1ની બહાર થઈ રહ્યું છે. જ્યારે પ્લેટફોર્મ નંબર 3 પર એક ચઢવા માટેની એસ્કેલેટરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. અહીં ઉતરવા માટે પુલ ઓવરબ્રિજ અથવા તો લિફ્ટનો ઉપયોગ પણ કરી શકાશે જે 20 લોકોની કેપેસીટી સાથેની હશે.રાજકોટ રેલવે સ્ટેશન હાઈટેક બની રહ્યું છે. તાજેતરમાં બે લગેજ સ્કેનર મુકાયા બાદ હવે યાત્રિકોની સુવિધામાં વધારો થાય તે માટે ત્રણ એસ્કેલેટર મૂકવામાં આવશે. આ સુવિધા પ્લેટફોર્મ નંબર 1 અને ત્રણ પર ઉપલબ્ધ બનશે. જેમાં પ્લેટ ફોર્મન બંર 1 પર બે અને પ્લેટફોર્મ નંબર 3 પર એક પ્લેટફોર્મની સુવિધા ઉપલબ્ધ થશે. આગામી ડિસેમ્બર માસમાં એસ્કેલેટરનું લોકાર્પણ કરવામાં આવશે. છેલ્લા એક વર્ષથી રેલવે સ્ટેશન પર 3 એસ્કેલેટર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જે હવે પૂર્ણ થવાના આરે છે.હાલમાં રાજકોટ રેલવે સ્ટેશન પર 2 લિફ્ટ ઉપલબ્ધ છે. જ્યારે 1 લિફ્ટનું નિર્માણની કામગીરી શરૂ છે. જે પછી રાજકોટ રેલવે સ્ટેશન પર યાત્રિકોને કુલ 3 લિફ્ટની સવલત મળી રહેશે. સામાન્ય રીતે રાજકોટ રેલવે સ્ટેશન પર દરરોજ હજારોની સંખ્યામાં મેદનીની અવરજવર રહે છે ત્યારે ડિસેમ્બર મહિનાથી યાત્રિકોને આ એસ્કેલેટર સુવિધાનો પણ લાભ મળી રહેશે.

Download Our B K News Today App



Related News