હરિયાણાના પ્રાથમિક શાળાના શિક્ષકે કરી બતાવી કમાલ, 6 એ 6 દિકરીઓને બનાવી વૈજ્ઞાનિક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-25 17:04:06
  • Views : 401
  • Modified Date : 2020-10-25 17:04:06

        .બોલિવૂડ અભિનેતા આમિર ખાન )ની હિટ ફિલ્મ દંગલનો એક ડાયલોગ – મ્હારી છોરીયા કિસી છોરો સે કમ હૈ કે…. પુરૂષપ્રધાન સમાજમાં એકદમ યથાર્થ ઠર્યો છે. હરિયાણા )માં એક શિક્ષકે (Teacher) પોતાની 6 દિકરીઓ ને વૈજ્ઞાનિક  બનાવીને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. 6 માંથી 4 દિકરીઓ વિદેશમાં તો 2 ભારતમાં જ વૈજ્ઞાનિક સંશોધનો કરીને દેશનું નામ રોશન કરી રહી છેહરિયાણાના સોનિપત નજીકના નાનકડાં ગામ ભદાના )ના પ્રાથમિક શાળાના શિક્ષકે (Primery School Teacher) 6 દીકરીઓને ભણાવીને વિજ્ઞાની બનાવી છે. 6 એ 6 દીકરીઓએ પીએચડી  સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે. આ શિક્ષકે ખરા અર્થમાં શક્તિ ઉપાસનાનું પ્રેરક ઉદાહરણ પૂરૂં પાડયું છે.જગદેવ દહિયાને સંતાનોમાં 6 દીકરીઓ અને 1 દીકરો છે. એક તરફ બેટીઓને બોજ માનવાની માનસિકતા છે ત્યારે જગદેવ દહિયાએ દીકરીઓને ભણાવીને વૈજ્ઞાનિક બનાવી છે. બધી જ દીકરીઓને સોનિપતની ગર્લ્સ કોલેજમાં ભણાવ્યા પછી હિંદુ કોલેજમાંથી બીએસસી કરાવ્યું હતું. જગદેવ દહિયાએ દીકરીઓને ભણાવી-ગણાવીને સાયન્ટિસ્ટ્સ બનાવી છે. દીકરીઓની સફળતાથી પ્રફુલ્લિત જગદેવ દહિયા કહે છે: મ્હારી છોરીયાઁ છોરો સે બઢકર હૈ. હરિયાણાના શિક્ષક જગદેવ દહિયા નવરાત્રિ દરમિયાન તેમની 6 એ 6 પુત્રીઓને દૂર્ગા સ્વરૂપ માને છે.આગળનો અભ્યાસ કરવા એક પછી એક બધી જ બહેનો ચંદીગઢ ગઈ હતી અને પીએચડી સુધીનો અભ્યાસ કર્યો હતો. જગદેવ દહિયા કહે છે કે, દીકરીઓમાંથી ડૉ. સંગીતા ફિજિશ્યન છે. ડૉ. મોનિકા અને ડૉ. નીતુ બાયોટેક્નોલોજિસ્ટ છે, ડૉ. કલ્પના, ડૉ. ડૈની અને સૌથી નાની દીકરી ડૉ. રૂચિ ગણિતમાં એમએસસી પીએચડી છે. એ બધી જ દીકરીઓ પોત-પોતાના ક્ષેત્રમાં સંશોધનો કરી રહી છે.6 માંચી બે દિકરીઓ જ ભારતમાં છે. તેમાં સૌથી મોટી દીકરી સંગીતા સોનિપતની કોલેજમાં પ્રોફેસર છે, ડૉ. કલ્પના પંજાબ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તે સિવાયની ચાર દીકરીઓ વિદેશની પ્રતિષ્ઠિત સંસ્થાનોમાં સંશોધનો કરી રહી છે. એક દીકરી કેનેડામાં સંશોધન ક્ષેત્રે કાર્યરત છે અને ત્રણ દીકરીઓ અમેરિકન ઈન્સ્ટિટયૂટ્સમાં કાર્યરત છે.દહિયાએ કહ્યું હતું કે, તેમણે હંમેશા દીકરીઓને શક્તિ સ્વરૂપા ગણી છે. દીકરો પણ એમબીએ થઈને બિઝનેસ કરી રહ્યો છે. બધા જ સંતાનોને સારી રીતે ભણાવ્યા હોવાનું પતિ-પત્ની જગદેવ અને ઓમવતી દેવીને બેહદ ગૌરવ છે..

હરિયાણાના સોનિપત નજીકના નાનકડાં ગામ ભદાના (Bhadana Village)ના પ્રાથમિક શાળાના શિક્ષકે (Primery School Teacher) 6 દીકરીઓને ભણાવીને વિજ્ઞાની બનાવી છે. 6 એ 6 દીકરીઓએ પીએચડી (PhD) સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે. આ શિક્ષકે ખરા અર્થમાં શક્તિ ઉપાસનાનું પ્રેરક ઉદાહરણ પૂરૂં પાડયું છે.જગદેવ દહિયાને સંતાનોમાં 6 દીકરીઓ અને 1 દીકરો છે. એક તરફ બેટીઓને બોજ માનવાની માનસિકતા છે ત્યારે જગદેવ દહિયાએ દીકરીઓને ભણાવીને વૈજ્ઞાનિક બનાવી છે. બધી જ દીકરીઓને સોનિપતની ગર્લ્સ કોલેજમાં ભણાવ્યા પછી હિંદુ કોલેજમાંથી બીએસસી કરાવ્યું હતું. જગદેવ દહિયાએ દીકરીઓને ભણાવી-ગણાવીને સાયન્ટિસ્ટ્સ બનાવી છે. દીકરીઓની સફળતાથી પ્રફુલ્લિત જગદેવ દહિયા કહે છે: મ્હારી છોરીયાઁ છોરો સે બઢકર હૈ. હરિયાણાના શિક્ષક જગદેવ દહિયા નવરાત્રિ દરમિયાન તેમની 6 એ 6 પુત્રીઓને દૂર્ગા સ્વરૂપ માને છે.આગળનો અભ્યાસ કરવા એક પછી એક બધી જ બહેનો ચંદીગઢ ગઈ હતી અને પીએચડી સુધીનો અભ્યાસ કર્યો હતો. જગદેવ દહિયા કહે છે કે, દીકરીઓમાંથી ડૉ. સંગીતા ફિજિશ્યન છે. ડૉ. મોનિકા અને ડૉ. નીતુ બાયોટેક્નોલોજિસ્ટ છે, ડૉ. કલ્પના, ડૉ. ડૈની અને સૌથી નાની દીકરી ડૉ. રૂચિ ગણિતમાં એમએસસી પીએચડી છે. એ બધી જ દીકરીઓ પોત-પોતાના ક્ષેત્રમાં સંશોધનો કરી રહી છે.6 માંચી બે દિકરીઓ જ ભારતમાં છે. તેમાં સૌથી મોટી દીકરી સંગીતા સોનિપતની કોલેજમાં પ્રોફેસર છે, ડૉ. કલ્પના પંજાબ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તે સિવાયની ચાર દીકરીઓ વિદેશની પ્રતિષ્ઠિત સંસ્થાનોમાં સંશોધનો કરી રહી છે. એક દીકરી કેનેડામાં સંશોધન ક્ષેત્રે કાર્યરત છે અને ત્રણ દીકરીઓ અમેરિકન ઈન્સ્ટિટયૂટ્સમાં કાર્યરત છે.દહિયાએ કહ્યું હતું કે, તેમણે હંમેશા દીકરીઓને શક્તિ સ્વરૂપા ગણી છે. દીકરો પણ એમબીએ થઈને બિઝનેસ કરી રહ્યો છે. બધા જ સંતાનોને સારી રીતે ભણાવ્યા હોવાનું પતિ-પત્ની જગદેવ અને ઓમવતી દેવીને બેહદ ગૌરવ છે.

Download Our B K News Today App



Related News