સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર બહાર 108માં એક કોરોના પોઝિટિવ સગર્ભાએ પ્રસૂતિમાં બાળકને જન્મ આપ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 15:31:20
  • Views : 322
  • Modified Date : 2020-10-15 15:31:20

         સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર બહાર 108માં એક કોરોના પોઝિટિવ સગર્ભાએ પ્રસૂતિમાં બાળકને જન્મ આપ્યો હતો. ઘટનાની જાણ બાદ ટ્રોમાં સેન્ટરની સિસ્ટર અને બ્રધર્સ દોડી ગયાં અને ક્લિનિકલ તમામ પ્રોસેસ કરી માતા અને બાળક વચ્ચેની નાદ કાપી બન્નેને તાત્કાલિક ટ્રોમાં સેન્ટરમાં લઈ આવ્યાં હતાં.મિલી ચૌહાણ (સિસ્ટર, ટ્રોમાં સેન્ટર) એ જણાવ્યું હતું કે 108માં કોરોના પોઝિટિવ કોઈ મહિલાને પ્રસૂતિ થઈ હોવાનું જાણવા મળતાં જ દોડી ગઈ હતી. 108માં સગર્ભાના બાળકનું માથું બહાર આવી ગયું હતું. આવા સંજોગોમાં પોતાની સુરક્ષા જોવા કરતાં નર્સિંગ ધર્મ નિભાવવાની ફરજને ધ્યાનમાં લઈ તાત્કાલિક સગર્ભાની પ્રસૂતિ કરાવી બાળક અને માતા વચ્ચેની નાળ કાપી હતી. ત્યાર બાદ બાળકને NICU અને માતાને પ્રસૂતિ વોર્ડમાં મોકલી આપ્યાં હતાં. કોરોના પોઝિટિવ કેસ હોવાથી ટ્રોમાં સેન્ટરમાં પણ લાવી શક્યા ન હતાં. કોરોના માહામારીનો લગભગ આ પ્રથમ કેસ હશે કે પોઝિટિવ સગર્ભાની 108માં પ્રસૂતિ કરાવી પડી હોય. આવા સમયમાં નર્સિંગ સ્ટાફ જોખમ જોતું નથી.બુધવારે રાત્રે આઠ વાગે 108માં લવાયેલી મહિલા ઇન્દિરાનગર ભટારની હોવાનું બહાર આવ્યું હતું. રત્નાબેન અભિમન્યુ સોલંકીને પ્રસૂતિની પીડા ઊપડતાં 108માં સિવિલના કોવિડ-19 હોસ્પિટલમાં લવાઈ હતી, જ્યાં કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ પોઝિટિવ આવતાંની સાથે જ પ્રસૂતિની પીડા વધી ગઈ હતી. જેથી તેમને 108માં તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં લવાઈ હતી. જોકે આ બાબતે ટ્રોમના ડૉક્ટરન જાણ કરાય એ પહેલાં જ રત્નાબેને 108માં બાળકને જન્મ આપ્યો હતો. બીજી બાજુ, 108માં પ્રસૂતિ થઈ હોવાની જાણ થતાં જ ડોક્ટર અને સિસ્ટરો દોડી આવ્યાં હતાં અને નાળ કાપી માતા અને બાળકને છૂટાં પાડી ટ્રોમાં સેન્ટરમાં લઈ આવ્યાં હતાં. ત્યાર બાદ બાળકને NICUમાં રિફર કરવામાં આવ્યો હતો અને માતાને ગાયેનિક વોર્ડમાં મોકલી આપવામાં આવી હતી. જોકે કોરોના પોઝિટિવ સગર્ભાને પ્રસૂતિ બાદ તાત્કાલિક સારવાર આપનારાં મિલી સિસ્ટર અને ડોક્ટરોની કામગીરીને પરિવારે પણ અવકારી આભાર વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News