ઓક્ટોબરના 15 દિવસમાં ગુજરાતના 15 જિલ્લામાં એક પણ મોત નહીં, 12 જિલ્લામાં 1 કે 2 દર્દીના મૃત્યુ, મહાનગરોમાં હજી પણ મોત વધુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-16 15:15:20
  • Views : 415
  • Modified Date : 2020-10-16 15:15:20

        ઓક્ટોબર મહિનામાં રાજ્યના 15 જિલ્લા એવા છે, જ્યાં એકપણ મૃત્યુ થયું નથી. જેમાં અરવલ્લી, આણંદ, ખેડા, છોટાઉદેપુર, દાહોદ, બોટાદ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, મોરબી, કચ્છ, ભરૂચ, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લો એવા છે, જ્યાં એકપણ મોત નોંધાયું નથી. તેમજ આ જિલ્લાઓમાંથી દ્વારકા, જૂનાગઢ, મોરબી, કચ્છ અને ભરૂચને બાદ કરતા અન્ય જિલ્લાઓમાં છેલ્લા જુલાઈ મહિનામાં કોરોનાથી દર્દીનું મૃત્યુ થયું હતું.ઓક્ટોબરના 15 દિવસની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના કારણે 156 દર્દીના મૃત્યુ થયા છે. જેમાંથી સૌથી વધુ 51 દર્દીના મોત અમદાવાદમાં અને 47 દર્દીના મૃત્યુ સુરતમાં થયા છે. જોકે રાહતની વાત એ છેકે, 15 જિલ્લા એવા છે જ્યાં આ 12 દિવસમાં એકપણ મોત થયું નથી. જ્યારે 12 જિલ્લા એવા છે જેમાં 5 કરતા ઓછા મૃત્યુ થયા છે. આમ નાના જિલ્લાઓમાં કોરોનાથી થતાં મૃત્યુ ઘટ્યા છે, પરંતુ મહાનગરોમાં હજી પણ કોરોના એટલો જ ઘાતક છે.


Download Our B K News Today App



Related News