વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં 40 હજાર ખેલૈયાને ડોલાવતા ગાયક અતુલ પુરોહિત ભાવુક થયા, કહ્યું: 'હું તમને ખુબ મિસ કરૂ છું, આજે હોઠ હસે છે પણ હ્રદય રડે છે'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-18 14:17:06
  • Views : 391
  • Modified Date : 2020-10-18 14:17:06

         કોરોના મહામારીને પગલે રાજ્ય સરકારે ગરબા રમવા પર મૂકેલા પ્રતિબંધને કારણે આ વખતે ખેલૈયાઓ ગરબાને મિસ કરી રહ્યા છેજરાત સહિત દેશ-વિદેશમાં જાણીતા બનેલા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબાના ગાયક કલાકાર અતુલ પુરોહિત આ ગરબા ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા અને ગરબા ગણગણતા જોવા મળ્યા હતા. આ સમયે તેઓ ભાવુક થઇ ગયા હતા.ખાલીખમ ગરબા ગ્રાઉન્ડ પર અતુલ પુરોહિત ગરબાઓ ગણગણવા લાગે છે. 'રમઝટ જામી ગરબા રાસની ઓહો વાસણી જો વાગી મારા શ્યામની વાસણીના સુર સુણી ગોપીઓ ભાન ભૂલી, રાસે રમવાને વહેલો આવ આવ આવ શ્યામ, ગરબે ઘૂમતી ગોપીઓ ઓહો આ સુની છે ગોકુળની શેરીઓ. વાહ બેટા વાહ...ગરબે ઘૂમતી ગોપીઓ ઓહો આ સુની છે ગોકુળની શેરીઓ...સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં રાસે રમવાને વહેલો આવ આવ આવ શ્યામ..રાસે રમવાને'...આગળ નથી ગવાતુ પણ નવરાત્રિ શુભેચ્છા પણ આપુ છું.નવરાત્રિની શુભેચ્છાઓ સાથે સાથે એક શિખામણ પણ આપુ છું, સ્વસ્થ રહેજો, એકદમ તંદુરસ્ત રહેજો કે, જેથી કરીને આવતી નવરાત્રિ આપણે ડબલ જોશથી ઉજવી શકીએ. થેંક યું, વાહ બેટા, આઇ લવ યુ બેટા, મા તમને ખુબ ખુશ રાખે  ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેરના યુનાઇટેડ વેના ગરબાએ વિશ્વભરમાં ખ્યાતી મેળવી છે. યુનાઇટેડ વેના ગરબામાં દર વર્ષે એકસાથે 40 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમે છે અને ગોળ ગોળ ફરીને ગવાતા ગરબાની પરંપરા જાળવી રાખતા હજારો ખેલૈયાને તાલબદ્ધ રીતે ઝૂમતા જોઇને અભિભૂત થયા વિના ન રહેવાય અને ખેલૈયા ઉપરાંત 20 હજારથી વધુ દર્શકો ગરબાની રમઝટ માણવા ઉપસ્થિત રહે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે આ ગરબાને ખેલૈયાઓ અને ગાયક કલાકારો મિસ કરી રહ્યા છે..

Download Our B K News Today App



Related News