દરેક હિન્દુ 100 રુપિયાની કમાણીમાંથી 20 રુપિયા શસ્ત્ર પાછળ વાપરેઃ હિન્દુ મહાસભાનુ ચર્ચાસ્પદ નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-25 15:37:04
  • Views : 478
  • Modified Date : 2020-10-25 15:37:04

         હિન્દુ મહાસભા દ્વારા આજે મેરઠમાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે હિન્દુ મહાસભાના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ પંડિત અશોક શર્માએ આપેલુ નિવેદન ચર્ચાસ્પદ બન્યુ છે.મહાસભાના આગેવાને કહ્યુ હતુ કે, આજે વિજયાદશમીએ દરેક હિન્દુએ સંકલ્પ લેવો જોઈએ કે, હું 100 રુપિયા કમાઈશ તો તેમાંથી 20 રુપિયાના હથિયાર ખરીદીશ.હિન્દુઓએ સમજવાની જરુર છે કે, તમામ દેવી દેવતાઓ શશ્ત્ર ધારણ કરેલા નજરે પડતા હોય છે.આવામાં હિન્દુઓએ પોતાની આત્મરક્ષા માટે જાગૃત થવુ પડશે અને દરેકે ત્રિશુલ, ગદા, લાઠી જેવા શસ્ત્રો વસાવવા પડશે.હિન્દુ મહાસભાના અન્ય એક નેતા અભિષેક અગ્રવાલે કહ્યુ હતુ કે, બહેનો અને દીકરીઓની રક્ષા માટે હથિયાર રાખવા જરુરી છે.શાસ્ત્રોની રક્ષા કરવી હશે તો પણ શસ્ત્ર ઉઠાવવા પડશે.

Download Our B K News Today App



Related News