અરબી સમુદ્રમાં એક વેલમાર્ક પ્રેશર સક્રિય, ભારે વરસાદ પડી શકે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-16 15:23:11
  • Views : 615
  • Modified Date : 2020-10-16 15:23:11

       હવામાન વિભાગ તરફથી જાણવા મળ્યું છે કે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે.જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છેદક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારમાં ભારે વરસાદ થશે.વરસાદના વિરામ બાદ હાલમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી ગુજરાતમાં બેવડી ઋુતુનો અનુભવ થઈ રહ્યો છે.ગુજરાતમાં ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે આગામી 15 થી 17 ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેમાં તા. 16 અને 17 ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં 2, 93, 503 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 87.85 ટકા છે. રાજયનાં 205 જળાશયોમાં 5.35.298 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 96.10 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-173 જળાશય, એલર્ટ ૫ર કુલ-10 જળાશય તેમજ વોર્નીગ 52.05 જળાશય છે

Download Our B K News Today App



Related News