વિષુવવૃત્ત પર ઠંડા પાણીના પ્રવાહો શરૂ થતા જીરું, ઘઉં અને રાયડાના પાકને ફાયદો થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-18 14:34:15
  • Views : 503
  • Modified Date : 2020-10-18 14:34:15

       રવિ પાકનું વાવેતર થાય ત્યારે ખેડૂતોના મનમાં શિયાળો કેવો જશે તે પહેલાં વિચાર આવે છે.એક્સપર્ટ એન.ડી. ઉકાણી જણાવે છે કે, પ્રશાંત મહાસાગરના વિષુવૃત્તીય પ્રદેશમાં સમુદ્રની સપાટી પરનું સરેરાશ તાપમાન 26.6 ડિગ્રી હોવું જોઈએ પણ હાલ દક્ષિણ અમેરિકાના ઠંડા પાણીના કરંટને કારણે સપાટીનું સરેરાશ કરતા નીચું ગયું છે તેને કારણે હળવી લા નિનો ઈફેક્ટ જોવા મળે છે જેની ભારતીય મહાદ્વીપ પર અસર થશે અને શિયાળામાં વધારે કોલ્ડવેવ અનુભવાશે. સામાન્ય રીતે અલ નિનો કે લા નિનો ઈફેક્ટ ન હોય તો 4થી 5 કોલ્ડવેવ આવે છે, અલ નિનોમાં તેના કરતા ઓછા જ્યારે લા નિનોમાં સામાન્ય કરતા વધુ કોલ્ડવેવની સંખ્યા રહે છે. આ વર્ષે વધુ કોલ્ડવેવ આવે તેવી શક્યતા છે. કોલ્ડવેવ વધતા ઠંડા અને સૂકા પવનોને વધતા સૌરાષ્ટ્રમાં જે સામાન્ય રીતે સૌથી ઓછું તાપમાન 10 ડિગ્રીની નજીક હોય છે તેના કરતા પણ પારો નીચે ગગડતા સિંગલ ડિજિટમાં પારો નોંધાશે.પ્રશાંત મહાસાગરમાં વિષુવવૃત્તીય પ્રદેશમાં સમુદ્રની સપાટી પરનું તાપમાનમાં થતા નજીવા ફેરફાર પણ ભારતની ઋતુઓમાં ઘણા ફેરફાર લાવી દે છે. હાલની સ્થિતિએ પણ એ કારણે આ શિયાળે સામાન્ય કરતા પણ નીચું તાપમાન જાય તેવી આગાહી વેધર એક્સપર્ટ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News