અમિત શાહે રાજકીય બેઠકો ટાળી, પારિવારિક કામોમાં રોકાયેલા રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 13:24:32
  • Views : 659
  • Modified Date : 2020-10-15 13:24:32

        ચૂંટણી વ્યવસ્થાપન સંદર્ભે કોઇ બેઠક કરે તે અપેક્ષિત હતું પરંતુ શાહે હાલ પોતાને આ બાબતોથી દૂર રાખ્યા છે. માત્ર ફોન પર જ અમુક નેતાઓ સાથે વાતચીત કરીને જરૂરી સૂચનાઓ આપી હતી અને હવે તેઓ કોઇપણ પ્રકારની રાજકીય બેઠક બોલાવે તેવી કોઇ શક્યતા નથી.શાહની નજીકના સૂત્રો જણાવે છે કે આમ જોવા જઇએ તો પેટાચૂંટણીને લઇને અમિત શાહ પક્ષીય સંગઠનમાં હોદ્દો ધરાવતા ન હોઇ કોઇ બેઠક ન બોલાવે, તે છતાં અમુક આગેવાનોને માર્ગદર્શન માટે પોતે મળી શકે. પરંતુ તેમણે આ વખતે રાજકીય બેઠકો ટાળી છે. હજુ સુધી તેઓએ કોઇ ભાજપના આગેવાનને રૂબરૂ મુલાકાત આપી નથી. તેથી આ વખતે તેઓ સંપૂર્ણ સમય પરિવાર સાથે જ વિતાવશે.તેમના પુત્ર જયને ત્યાં બીજી દીકરી આવી ત્યારથી તેઓ અમદાવાદ પોતાના ઘરે આવ્યા જ ન હતા તેથી તેઓ આ મહત્તમ સમય પોતાની પૌત્રીઓ સાથે અને પરિવારના લોકો વચ્ચે જ વ્યતિત કરવા માંગે છે.આ તરફ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ બુધવારે સૂરત પહોંચી ગયા છે અને હવે તેઓ આવતા સપ્તાહે જ ગાંધીનગર આવશે. આથી હવે આ સપ્તાહ દરમિયાન કોઇ મોટી રાજકીય મીટિંગ રાજ્યસ્તરે યોજાય તેવી શક્યતા ઘણી ઓછી રહે છે.

Download Our B K News Today App



Related News