કોરોનામાં ઘણા વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી, ઘણાનું રિઝલ્ટ બગડયું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-06 15:40:04
  • Views : 380
  • Modified Date : 2020-10-06 15:40:04

       કોરોના ના કારણે  દેશ માં  ઘણા બધા નુકસાન થયા છે પરીક્ષા લેવાવાની અનિશ્ચિતતા વચ્ચે ઘણા વિદ્યાર્થીઓનો જુસ્સો ઘટી ગયો હતો. એડવાન્સમાં ઓવરઓલ ગુજરાતનું પરિણામ સારૂ રહ્યુ છે અને ગત વર્ષની સરખામણીએ રેન્કર્સ વધ્યા છે પરંતુ કોરોનાને લીધે પરિણામ પર મોટી અસર જોવા મળી છે. જેઈઈ એડવાન્સ પરીક્ષા દર વર્ષે મે મહિનામાં લેવાય છે ત્યારે આ વર્ષે કોરોનાને લીધે સપ્ટેમ્બરમાં લેવાઈ અને પરીક્ષા લેવાવાની અનિશ્ચિતતા વચ્ચે ઘણા વિદ્યાર્થીઓનો જુસ્સો ઘટી ગયો હતો.જેઈઈ મેઈનમાં સારો સ્કોર કર્યા બાદ અને સારો રેન્ક મેળવ્યા બાદ પણ ઘણા વિદ્યાર્થીઓએ જેઈઈ એડવાન્સ આપી ન હતી તો જે વિદ્યાર્થીઓએ એડવાન્સ આપી તેમાંથી ઘણા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ બગડયુ હતુ અને ટાર્ગેટ સ્કોર કવર કરી શક્યા ન હતા. ચાર મહિના રાહ જોવી પડતા વિદ્યાર્થીઓને તૈયારીમાં ટાઈમ મળ્યો હતો પરંતુ બીજી બાજુ પેપર ખૂબ જ અઘરૂ પુછાતા ઘણા વિદ્યાર્થીઓ રેન્કમાં પાછળ પડી ગયા હતા.જે વિદ્યાર્થીઓએ જેઈઈ મેઈનમાં ટોપ રેન્ક મેળવ્યો હતો તે જેઈઈ એડવાન્સના પરિણામમાં પાછલા રેન્કમાં આવી ગયા છે. જેઈઈ મેઈનમાં ઓલ ઈન્ડિયામાં બીજા ક્રમે રહેનાર વડોદરાનો વિદ્યાર્થી એડવાન્સમં 16માં રેન્ક પર આવ્યો છે તો અમદાવાદનો 93માં રેન્કનો વિદ્યાર્થી એડવાન્સમાં 233માં રેન્ક પર આવી ગયો છે.જ્યારે અમદાવાદ જ હર્ષ શાહ જેઈઈ મેઈનનમાં 59મા રેન્ક પર હતો અને એડવાન્સમાં 11મા રેન્ક પર આવ્યો છે.આવા રેન્ક અપ એન્ડ ડાઉન ઘણા વિદ્યાર્થીઓના પરિણામમાં જોવા મળ્યા છે.

Download Our B K News Today App



Related News