વિશ્વમાં સર્વ પ્રથમ ખડમોરના 3 બચ્ચાનું કુત્રિમ સેવન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-09 13:05:38
  • Views : 411
  • Modified Date : 2020-10-09 13:05:38

        જેમાંથી એક નર અને ને માદા બચ્ચા છે. ધીરે ધીરે આખા વિશ્વમાં અને ભારત નાં ઘણા રાજ્યોમાં તેમની સંખ્યા ઓછી થઈ રહી છે ત્યારે બ્રીડિંગ કરાવીને તેમની વસ્તી વધારો કરી શકાય છે.ભાવનગરમાં બ્લેકબક નેશનલ પાર્ક ખાતે વિશ્વમાં સૌ પ્રથમ ખડમોર (લેસર ફ્લોરિકન)નું બ્રીડિંગ કરાવવામાં આવ્યું છે. તેવું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નાં એ.સી.એફ, એમ.એચ.ત્રિવેદી જણાવે છે. વિશ્વમાં 700 થી પણ ઓછી સંખ્યા સાથે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કંઝરવેશન ઓફ નેચર અંતર્ગત ખડમોર ની વસ્તી ખૂબ ભયજનક સ્થિતિમાં છે. ત્યારે બ્લેક બક નેશનલ પાર્ક દ્વારા ત્રણ લેસર ફ્લોરિકન નાં બચ્ચાનો ઉછેર કરવામાં આવી રહ્યો છેબ્લેક બક નેશનલ પાર્ક ની ટીમ દ્વારા લગભગ 2 મહિના સુધી થયેલ શોધખોળ બાદ નેશનલ પાર્કની બહારના વિસ્તાર બાવલિયાળી માંથી 4 ઈંડા લેવામાં આવ્યા હતા. માદા ખડમોર જુવાર, બાજરી અને કપાસ નાં ખેતરમાં જોવા મળતી હોય છે. જે વિસ્તારમાં ઈંડા જોખમી પરિસ્થતિ માં હતા ત્યાંથી જ લેવામાં આવ્યા છે. માદા ખડમોર ને ઈંડા મૂકતા પણ બે દિવસ લાગે છે. ત્યારબાદ તેમને 21 દિવસ ઈન્ક્યુબેટર માં રાખવામાં આવ્યા હતા. ઈન્ક્યુબેટરમાં 37 ડિગ્રી તાપમાન અને 55 % હ્યુમિડિટી રાખવામાં આવી હતી. ત્યારબાદ તા.5 ઓગસ્ટ નાં રોજ તેઓ હેચ થઈ ચૂક્યા હતા. અત્યારે બચ્ચાની ઉંમર 2 મહિનો અને 2 દિવસ ની છે.ગુજરાત રાજ્ય માં બસ્ટાર્ડ કુળ નાં કુલ ત્રણ પક્ષીઓ જોવા મળે છે. ઘોરાડ , ખડમોર અને હુબારા. આ ત્રણ પૈકી ખડમોર સૌથી નાનું પક્ષી છે.આઇ.યુ.સી.એન ની યાદી અનુસાર અત્યારે તે ભયગ્રસ્ત અવસ્થામાં છે. પ્રજનન ઋતુના તેના વસવાટ સિવાય કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઇ નથી.માદા ખડમોરને કેમોફ્લાજ (છૂપાઈ જવું) ની માસ્ટર ગણવામાં આવે છે. અત્યારે તેઓ ફક્ત મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન માં જોવા મળતા હોય છે. તેમના સ્થળાંતરની પણ માહિતી આપણી પાસે ન હોવાથી રેડિયો ટેગ પણ કરવામાં આવ્યા છે. બ્લેક બક નેશનલ પાર્ક નો સ્ટાફ દિવસ રાત એક કરીને આ બચ્ચા નું સતત ધ્યાન રાખી રહ્યા છે. ભવિષ્યમાં આ પ્રજાતિ લુપ્ત ન થાય તેની જવાબદારી તરફ નું આ પ્રથમ અને મોટું પગલું ગણી શકાય.

Download Our B K News Today App



Related News