દશેરાએ ડુંગળી 100 રૂપિયે કિલો થઇ જવાની ભીતિ, નાશિકથી દિલ્હી પહોંચવાનો ખર્ચ વધી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-21 15:14:22
  • Views : 458
  • Modified Date : 2020-10-21 15:14:22

        ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી (કાંદા) દશેરા સુધીમાં એકસો રૂપિયે કિલોના ભાવે વેચાય તો નવાઇ નહીં પામતા. જાણકાર વર્તુળોના કહેવા મુજબ કાંદાનો જૂનો સ્ટોક ખતમ થવા આવ્યો હતો અને નવો પાક હજુ બજારમાં આવ્યો નથી. મહારાષ્ટ્રના નાશિકના લાસલગામમાં કાંદાનું સૌથી મોટું બજાર આવેલું છે. આજે બુધવારે સવારે આ બજારમાં કાંદાનો જથાબંધ ભાવ ક્વીન્ટલે રૂપિયા 7,800 પર પહોંચી ગયો હતો. એ ધ્યાનમાં લેતાં ગરીબો કે મધ્યમ વર્ગને કાંદા પરવડી શકે એમ નહોતા. હોલસેલર પાસે જ 84 રૂપિયે કિલોના ભાવે કાંદા આવે તો એ કયા ભાવે વેચે. આ કાંદા નાશિકથી દિલ્હી જાય તો કિલો દીઠ સાતથી આઠ રૂપિયા વધી જાય. એટલે કાંદા 100 રૂપિયે કિલોના ભાવે વેચવા પડે.લાસલગામમાં ગઇ કાલે કાંદાના સરેરાશ લીલામનો ભાવ ક્વીન્ટલે 7100 રૂપિયા હતો. એકદમ હલકી અને ખરાબ ગુણવત્તા ધરાવતા કાંદા પણ ક્વીન્ટલે 1900 રૂપિયે વેચાયા હતા. ઉત્તમ ગુણવત્તાના કાંદા 7,812 રૂપિયે લીલામ થયા હતા. મંગળવારે લાસલગામમાં 7,000 ટન કાંદા લીલામમાં વેચાયા હતા. છેલ્લા દસ મહિનામાં કાંદાના આ સૌથી ઊંચા ભાવ હતા.આ પહેલાં ગયા વર્ષના ડિસેંબરમાં કાંદાના ભાવ 100 રૂપિયે પહોંચ્યા હતા

Download Our B K News Today App



Related News