શાળાના આચાર્ય-શિક્ષકોને મગફળીના રજીસ્ટ્રેશન કરવાની કામગીરી સોપાઈ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-04 15:36:25
  • Views : 564
  • Modified Date : 2020-10-04 15:36:25

     શાળાના આચાર્ય અને શિક્ષકોને મગફળી રજીસ્ટ્રેશનની કામગીરી થોપવામાં આવી છે.કમ્પ્યુટર ઓપરેટરોની સરકાર સામેની લડાઇમમાં હવે તલાટી મડળે પણ ટેકો આપ્યો  કમ્પ્યુટર ઓપરેટરોની હડતાળને કારણે ટેકાના ભાવે મગફળી ખરીદવા રજીસ્ટ્રેશનની કામગીરી ખોંરેભે ચડી છે.એટલું જ નહીં, હવે તો કમ્પ્યુટર ઓપરેટરોની હડતાળને રાજ્ય તલાટી મહામંડળે  પણ ટેકો જાહેર કર્યો છે જેના કારણે રજીસ્ટ્રેશનની કામગીરી ખોંરભાઇ છે. કમ્પ્યુટર ઓપરેટરોની સરકાર સામેની લડાઇમમાં હવે તલાટી મડળે પણ ટેકો આપ્યો છે ત્યારે રાજ્ય સરકારે વૈકલ્પિક સુવિધાના ભાગરૂપે શાળાના આચાર્ય-શિક્ષકોને રજીસ્ટ્રેશન કરવાની કામગીરી સોંપવા નક્કી કર્યુ છે.જનગણના,શૌચાલય ગણવા , કોરોનાના સર્વ , વ્યાજબી ભાવની દુકાનની વ્યવસૃથા , તીડ ભગાડવા ,સરકારી કાર્યક્રમમાં ભીડ ભેગી કરવાની તો કામગીરી સોંપવામાં આવી હતી. હવે મગફળી રજીસ્ટ્રેશન માટે વધુ એક કામગીરી કરવી પડવી પડશેજામજોધપુર ટીડીઓએ પરિપત્ર જાહેર કરીને દરેક ગામડાની શાળાના આચાર્ય-શિક્ષકોને મગફળીના રજીસ્ટ્રેશન કરવાની કામગીરી સોંપી છે જેનો ચારેકોરથી વિરોધ થઇ રહ્યો છે. રાજ્યમાં કમ્પ્યુટર ઓપરેટરોની હડતાળને લીધે રજીસ્ટ્રેશનની કામગીરી પર અસર થઇ છે.ખુદ  મંત્રી જયેશ રાદડિયાએ આ વાતનો સ્વિકાર કર્યો કે, પાંચ જિલ્લામાં રજીસ્ટ્રેશનની કામગીરી ધીમી ચાલી રહી છે. છેલ્લાં ત્રણેક દિવસમાં રાજ્યમાં 91,600 ખેડૂતોએ મગફળી માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. આ સમગ્ર કામગીરી 20 દિવસમાં જ આટોપી લેવામાં આવશે.એટલું જ નહીં, એકપણ ખેડૂત રજીસ્ટ્રેશન વિના ન રહી જાય તે માટે વ્યવસૃથા કરવામાં આવી છે. અત્યારે કમ્પ્યુટર ઓપરેટરો- રાજ્ય સરકાર વચ્ચેની મામલો વધુ પેચિદો બન્યો છે જેના કારણે શિક્ષકોને રજીસ્ટ્રેશનની કામગીરીમાં જોતરવા પડયાં છે.

Download Our B K News Today App



Related News